ચોરી કે ભ્રષ્ટાચાર? સાંસદે મુકેલા 70 ટકાથી વધુ બાંકડાઓ કોઈ લઇ ગયું કે પછી મુક્યા જ નથી?

સુરતના ભાજપના સાંસદ દર્શના જરદોશના વધુ એક વખત પોતાની ગ્રાન્ટમાંથી મુકાયેલા બાંકડાના કારણે વિવાદમાં આવ્યા છે. સાંસદ દ્વારા તેમના મત વિસ્તારમાં ફાળવવામાં આવેલા હજારો બાંકડાઓ…

સુરતના ભાજપના સાંસદ દર્શના જરદોશના વધુ એક વખત પોતાની ગ્રાન્ટમાંથી મુકાયેલા બાંકડાના કારણે વિવાદમાં આવ્યા છે. સાંસદ દ્વારા તેમના મત વિસ્તારમાં ફાળવવામાં આવેલા હજારો બાંકડાઓ પૈકી સંખ્યાબંધ બાકડાઓ ઉચકાઇ ગયા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં દર્શના જરદોશે રૂપિયા ૧.૭૩ કરોડના ખર્ચે ફાળવવામાં આવેલા બાકડાઓ પૈકી મોટાભાગના બારોબાર વગે થઇ ચૂક્યા છે. આ ગંભીર બાબતે પોલીસ કમિશનર ઉપરાંત શહેરના વિવિધ ૧૧ પોલીસ મથકોને તેમના વિસ્તાર દીઠ કેટલા બાંકડાઓ પગ કરી ગયા તેની રજેરજની માહિતી સાથે ફરિયાદ કરાઇ છે.

mplads ફંડમાંથી બાંકડા મુકવા પાછળ ગ્રાન્ટ ન વાપરી શકાય હોવા છતાં ભાજપના સાંસદ દર્શનાબેન દ્વારા ખોટી રીતે ખર્ચ કરાયાં હોવાની ફરિયાદ પહેલા જ થઇ ચુકી છે અને આ વાત લોકો સુધી પહોંચતા દર્શનાબેન ને સુરતીઓ બાંકડાબેન કહીને સંબોધી રહ્યા છે. જાગૃત નાગરિકોના સર્વે માં જે જાણકારી બહાર આવી રહી છે.સર્વેમાં બહાર આવ્યું છે કે 70%થી વધુ બાંકડાઓ ઓછા છે. જાગૃત નાગરિકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી તેમણે એક રેન્ડમ સરવે કરાવ્યો હતો. આ સરવેમાં ૮૬૫ બેન્ચો પૈકી સ્થળ ઉપર માત્ર ૧૯૩ બાકડાઓ જ ઉપસ્થિત હોવાનું જણાયું હતું.

સુરત લોકસભા બેઠકના ઉમેદવાર અને વર્તમાન સાંસદ દર્શના ઝરદોષ સામે બાંકડા વિવાદ ફરી એક વાર સામે આવ્યો છે અને આ બાંકડાનો વિવાદ દિવસેને દિવસે વકર્યો છે. થોડા સમય પહેલા દર્શના ઝરદોષ દ્વારા એમ.પી.લેડ્સના નિયમો વિરુદ્ધ જઇ કુલ 4224 જેટલા બાંકડા પાછળ 1.69 કરોડનો ધુમાડો કરવામાં આવ્યો હોવાના આરોપ સુરતના RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને હવે દર્શના ઝરદોષ દ્વારા મુકવામાં આવેલ આ જ બાંકડા ઓ નિયત સ્થાનો પર જોવા નથી મળી રહ્યા. ઘણી જગ્યાઓ પર બાંકડાઓ ચોરી થઈ ગયા છે તો ક્યાંક તો તેવા સ્થળોએ બાંકડા જ મુકવામાં આવ્યા નથી. જે હકીકત સુરતના જાગૃત નાગરિકો અને RTI એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવેલ સર્વેમાં બહાર આવ્યું છે. હિસાબ અનુસાર એક બાંકડાની કિંમત 4000 જેટલી થવા જાય છે.

મળતી માહિતી અનુસાર સુરતના કુલ નવ પોલીસ મથક સહિત સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. સુરતના RTI એક્ટિવસ્ટ સંજય ઇઝાવા સહિત શહેરના અન્ય જાગૃત નાગરિકો અજય પટેલ, અજય જાંગીડ, ડૉ. કિશોર રૂપારેલિયા, ધાર્મિક માલવિયા, હસમુખ રૈયાણી, હિતેશ જાસોલીયા સહિતનાઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી સુરત લોકસભા મત વિસ્તારમાં આવેલ અલગ અલગ સોસાયટીઓમાં જઈને સોશિયલ ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત 24 લોકસભાના ઉમેદવાર અને ભૂતપૂર્વ સાંસદ દ્વારા મુકવામાં આવેલા બાંકડાઓ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાં સુરત લોકસભા મત વિસ્તારની સોસાયટીઓમાં મુકવામાં આવેલ બાંકડાઓ અંગે સર્વે કરાતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

સોશિયલ ઓડિટ દવારા પોલીસ સ્ટેશન અને કમિશ્નરશ્રીને અપાયેલ માહિતી અનુસાર કેટલીક સોસાયટીઓમાં એક પણ બાંકડો હયાત ન હોવાનું બહાર આવ્યું છે. ખરેખર આ બાંકડાઓ પ્રજા સુધી પહોચ્યા પણ છે કે કેમ તે એક મોટો પ્રશ્ન પણ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે બાંકડા વિવાદ પરથી પડતો તો ત્યારે જ ઉચકાય જ્યારે પોલીસ આ મામલે તટસ્થ તપાસ તટસ્થ તપાસ કરશે જોકે પોલીસ કમિશનર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *