આ ગુજરાતીએ પ્રધાનમંત્રી ઓફિસનો નકલી અધિકારી બની કાશ્મીરમાં જઈ કરી નાખ્યો કાંડ- જાણો વિગતવાર

Fake PMO Officer: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માંથી પોલીસ દ્વારા એક એવા મહાઠગની ધરપકડ કરવામાં આવી છે. જે ખુદને આખા જમ્મુમાં પ્રધાનમંત્રી ઓફિસ(PMO)નો અધિકારી હોવાનું ગણાવતો હતો. ગુજરાતના રહેવાસી…

Fake PMO Officer: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માંથી પોલીસ દ્વારા એક એવા મહાઠગની ધરપકડ કરવામાં આવી છે. જે ખુદને આખા જમ્મુમાં પ્રધાનમંત્રી ઓફિસ(PMO)નો અધિકારી હોવાનું ગણાવતો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ હોવાનું સામે આવ્યું છે. જે ખુદને પ્રધાનમંત્રી ઓફિસનો એડિશનલ ડિરેક્ટર(PMO Additional Director) જણાવી રહ્યો હતો. માત્ર એટલું જ નહીં આ મહાઠગને ઝેડ પ્લસ સિક્યુરિટી, બુલેટ પ્રૂફ એસયુવી ની સુવિધાઓ પણ મળી રહી હતી અને તે હંમેશા ફાઇવસ્ટાર હોટલમાં જ રોકાતો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસ શંકા ના આધારે તપાસ કરવામાં આવી તો તે નકલી અધિકારી હોવાનું સામે આવ્યું છે. કિરણ પટેલની દસ દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી પરંતું આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા ગુરૂવારના રોજ ધરપકડનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

માત્ર એટલું જ નહીં મહાઠગએ પોતાના ટ્વિટર બાયો માં લખ્યું છે કે, તેણે પીએચડી કર્યું છે. જોકે પોલીસ દ્વારા તેની ડિગ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. કિરણ પટેલ જમ્મુ અને કાશ્મીરની પ્રથમ મુલાકાત ફેબ્રુઆરીમાં કરી હતી. આ દરમિયાન તેને તમામ સરકારી સુવિધાઓનો ભરપૂર લાભ લીધો હતો.

કિરણ પટેલ નામના ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વિડિયો પોસ્ટ કર્યા છે અને તેની સાથે સીઆરપીએફ જવાન પણ જોવા મળી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, કિરણ પટેલ દ્વારા વધુ પ્રવાસીઓને લાવવાની બાબત પર અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. સાથે જ તેણે દૂધપથરીને ફરવા લાયક સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ કાશ્મીર પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી અને ઠગ જેવો જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવ્યો તો તેની તરત જ ધરપકડ કરી લેવામાં આવી હતી. ઠગ કિરણ પટેલ પર આઇપીસી ની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *