ગુજરાતીઓ ચેતજો! રાજ્યના આ શહેરમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 4 લોકોનાં મોત, કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન

4 die of heart attack in Rajkot: ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે આજે ફરીવાર રાજકોટ શહેરમાં એક જ દિવસમાં હાર્ટ એટેકને કારણે 4 લોકોના મોત ( 4 die of heart attack in Rajkot ) થયા છે.જેના કારણે તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે.તેમજ હાર્ટએટેકના કારણે મોત થવાના પગલે સમગ્ર પંથકમાં ચિંતાના વાદળો છવાયા છે.

છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા
રૈયાધારના બંધસીધર પાર્કમાં રહેતા રઘુભાઇ વિહાભાઇ શિયાળિયા (ઉ.વ.54) રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. રઘુભાઇ ચાર બહેન અને ચાર ભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

યાર્ડમાંથી શાકભાજી લઇ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન છાતીમાં દુખતા બેભાન થયા હતા
આરટીઓ પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મધુભાઇ પોલાભાઇ સાંબડ (ઉ.વ.46) રવિવારે સાંજે માર્કેટિંગ યાર્ડમાંથી છકડો રિક્ષામાં શાકભાજી ભરીને મોચી બજારમાં આવ્યા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ ગયા હતા તેમને પણ હોસ્પિટલે લઇ જવાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. મધુભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં ચોથા નંબરના હતા અ્ને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ ઉપરાંત શહેરના 80 ફૂટ રોડ પરના ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં રહેતા રમેશભાઇ જીવરાજભાઇ અમીપરા (ઉ.વ.55) સોમવારે સવારે ઉમાકાંત ઉદ્યોનગરમાં આવેલા પોતાના કારખાને હતા ત્યારે બેભાન થઇ ગયા હતા અને બેભાન હાલતમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

કારખાનેદારનું હાર્ટએટેકથી મૃત્યુ
કારખાનેદારનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. રમેશભાઇના મૃત્યુથી તેમના બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી. તેમજ મધ્ય પ્રદેશનો વતની કારૂલાલ પ્રભુલાલ મેઘવાલ (ઉ.વ.36) બોલેરોમાં ફ્રૂટ ભરીને મધ્યપ્રદેશથી રાજકોટ મેંગો માર્કેટમાં આવ્યો હતો અને રવિવારે રાત્રે બોલેરોમાં સુતા બાદ અન્ય એક ડ્રાઇવર કન્હૈયાલાલે જગાડતા તે ઉઠ્યો નહોતો અને તેનું મૃત્યુ થયું હતું. કારૂલાલ બે ભાઇમાં નાનો અને કુંવારો હતો.

કારખાનામાં કામ કરતા બેભાન થઈ જતા પ્રોઢનું મૃત્યુ
જ્યારે ત્રીજા બનાવમાં રાજકોટ શહેરનાં 80 ફૂટ રોડ પર ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં રહેતા રમેશભાઈ જીવરાજભાઈ અમીપરા (ઉ.વર્ષ. 55) સોમવારે ઉમાકાંત ઉદ્યોગ નગર ખાતે આવેલ તેઓનાં કારખાને બેઠા હતા. જે બાદ તેઓ ઢળી પડ્યા હતા. અને તેઓનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *