વાહન ચાલકો માટે માઠા સમાચાર: આજથી ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, CNG ગેસના ભાવમાં વધારો

CNG Price Hike: સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના (CNG Price Hike) ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.

કયા રાજ્યમાં CNGનો કેટલો ભાવ?
તમને જણાવી દઈએ કે ગુજરાત ગેસેને CNGના ભાવમાં કરેલો વધારો આજે 1 ડિસેમ્બરથી સમગ્ર જગ્યા પર લાગુ પડી જશે. ત્યારે નવા ભાવ મુજબ હવેથી ગુજરાતમાં 1 કિલો CNGના 77.76 રૂપિયા ચૂકવવા પડશે તો દાદરાનગર હવેલીમાં 78.66 રૂપિયા 1 કિલો CNGના ચૂકવવા પડશે.

આ સિવાય પાલઘર અને થાણેમાં 78.50 રૂપિયા CNGનો ભાવ વાહન ચાલકે આપવો પડશે. ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો CNGનો ભાવ 82.31 રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં CNGનો ભાવ 86.55 રૂપિયા વધીને થયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો CNGનો ભાવ સૌથી વધુ રૂપિયા 93.01 વધીને થયો છે.

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત સતત 5માં મહિને વધી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધારી 16.50 રૂપિયા છે. હવે દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1818.50 રૂપિયા થઇ ગઇ છે. તમને જણાવી દઇયે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે.

જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે. ગુજરાત ગેસે આ પહેલાં જુલાઈ, ઓગસ્ટમાં પણ ભાવ વધાર્યો કર્યો હતો. બંને વખતે 1-1 રૂપિયાનો વધારો થયો હતો.