ગુજરાતીઓ સ્વેટરની સાથે હવે રેઈનકોટ પણ રાખજો તૈયાર; અંબાલાલ પટેલે કરી આગાહી

Gujart Cold Forecast: ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છના નલિયામાં 12 ડિગ્રી તો ડાંગ, ડીસા અને જામનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14 અને અમદાવાદમાં 15 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ત્યારે હવે ગુજરાતના (Gujart Cold Forecast) ખેડૂતો પર મોટી આકાશી આફત આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ અઠવાડિયામાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.

કમોસમી વરસાદની અંબાલાલ પટેલએ કરી આગાહી
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે.

સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

ડિસેમ્બરમાં બીજું એક વાવાઝોડું પણ આવશે
આ સિવાય ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.

લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે.