ગુજરાતના આ 14 શહેરોમાં કોરોનાના વધતા કેસના કારણે બપોર બાદ થઈ સ્વ લોકડાઉન

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાન કેસ ઝડપથી વધતા હતા પરંતુ હવે અમદાવાદને પણ પાછળ છોડીને સુરતમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા જે સમયમાં કોરોનાના કેસ ઓછા હતા તે સમયમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કેસ સતત વધી રહ્યા છે તેમ છતાં લોકડાઉન કરવામાં આવતું નથી.

કોરોનાના આંકડાઓની વાત કરવામાં આવે તો, સમગ્ર રાજ્યભરમાં એપ્રિલ મહિના સુધી 4,500 જેટલા જ કેસ હતા. જે મે મહિનામાં વધીને 16,800 થયા હતા. મે મહિના બાદ જૂન મહિનો પણ ગુજરાત પર ભારે રહ્યો અને 30 જૂન સુધી 32000થી વધારે કેસ આવ્યા હતા. જ્યારે જુલાઈ મહિનો તો મે અને જૂન બંનેને ભારે પડ્યો છે. જુલાઈ મહિનાના 9 દિવસમાં 6,600થી વધારે કેસો આવ્યા છે. જુલાઈ મહિનામાં સતત નવા રેકોર્ડબ્રેક કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે.

આ શહેરોના વેપારીઓ અને સામાન્ય જનતાઓએ લીધો સ્વયંભૂ નિર્ણય

ગુજરાતમાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને લોકો બપોર પછી સ્વયંભુ લોકડાઉન કરી દે છે. ગુજરાતમાં પાટણ, હારિજ, વારાહી, પાલનપુર, મહેસાણા, હિંમતનગર વગેરે ઉત્તર ગુજરાતના શહેરો ઉપરાંત મોરબી, પાદરા, ડભોઈ, બોડેલી મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સાવરકુંડલા, કેશોદ વગેરેમાં કોઈ જગ્યાએ બપોરે 2 વાગ્યા સુધી તો ક્યાંક સાંજે 5 વાગ્યે દુકાનો બંધ કરવા વેપારીઓ સામેથી જાહેરાત કરી છે. આ શહેરોમાં હવે નવસારી પણ ઉમેરાઈ ગયું છે. ૧૨ શહેરો પછી નવસારીએ પણ બપોરે ૧૨ વાગ્યે પછી સ્વયંભૂ રીતે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હિંમતનગરમાં પણ બપોરે બે પછી દૂકાનો લોકડાઉન થઈ જાય છે.

હાલની સ્થિતિ જોતાં દરરોજ 1000થી વધુ કેસ આવતાં વાર નહીં લાગે 

સુરત અને અમદાવાદ સહિત જિલ્લાઓમાં કેસોની સંખ્યા સતત વધતી જાય છે. આમ છતાં સરકાર અનલોક-2ને આગળ ધપાવી રહી છે. આ જ સ્થિતિ રહી તો કોરોનાના કેસો થોડા દિવસો બાદ 1000એ પહોંચે તો નવાઈ નહીં. સરકારે ખાનગી લેબોરેટરીને ટેસ્ટની પરમીશન તો આપી દીધી છે પણ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ પોઝિટીવ આવે તો દર્દીના લાખો રૂપિયા ખંખેરાઈ જાય છે. સરકારી હોસ્પિટલોમાં જગ્યાઓ નથી. ગુજરાત માટે સારી બાબત એ છે કે, હોટસ્પોટ ગણાતા અમદાવાદમાં કેસોની સંખ્યા ધીમેધીમે વધી રહી છે. હવે સરકારની સુરતનો ભય લાગવા લાગ્યો છે. સુરતમાંથી હજારો લોકો સૌરાષ્ટ્રમાં ગયા છે. જ્યાં ચેપ વધવાની સંભાવના છે. જયારે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં રોજ હવે 50થી 60 નવા કેસ નોંધાવાના શરૂ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *