દુનિયાભરમાં વખણાય છે ગુજરાતનું 400 વર્ષ જૂનું રોગન આર્ટ; જાણો તેની ખાસિયતો અને ઇતિહાસ

Rogan Art in kutch: રોગન કળા, આ નામ સાંભળીને ઘણા લોકોને એવુ લાગતુ હશે કે આ કઈ કળાછે. અથવા તો જે લોકોએ આ કળાનું નામ સાંભળ્યું હશે તેના મનમાં પણ આ કળા (Rogan Art in kutch) વિશે ઘણા સવાલો હશે. જો રોગાન આર્ટ વિશે વાત કરવામાં આવે તો , રોગન કળા આજથી ત્રણસો-ચારસો વર્ષ પહેલા ભારતમાં આવી હતી. રોગન કળા રંગો અને કાપડ સાથે સંકળાયેલી કળા છે.

રોગન કળા ત્રણસો-ચારસો વર્ષ પહેલા ભારતમાં આવી
કચ્છના નખત્રણા તાલુકામાં રોગન કળા ધબકી રહી છે. કેટલાક પરિવારના સભ્યો રોગન કળાથી પોતાનું પેટીયું રળી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, રોગન કળા દ્વારા આવક મેળવવા નહીં પણ તેને બચાવવા માટે મરણીયા પ્રયાસો થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.આ કળાના ઈતિહાસ વિશે જોઈએ તો, રોગન કળા આજથી ત્રણસો-ચારસો વર્ષ પહેલા ભારતમાં આવી હતી. રોગન કળા રંગો અને કાપડ સાથે સંકળાયેલી કળા છે. આ કળા કાપડ પર પાથરવા માટે એક ઘટ્ટ દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જેને રોગન કહેવામાં આવે છે. કંઈક અંશે ગુંદર જેવા આ દ્રાવણમાં કુદરતી રંગો ભેળવવામાં આવે છે. બાદમાં લાકડાની સળી દ્વારા કાપડ પર ડિઝાઈન કરવામાં આવે છે.

શું છે આ કળાની વિશેષતા?
આ કળાની વિશેષતા એ છે કે કોઈ પણ કાપડ ઉપર ડિઝાઈન વગર મનમાં એ રીતે આર્ટ કરવામાં આવે છે.આની જે પ્રોસેસ છેરોગનને તે એરંડિયા તેલમાંથી બનાવવામાં આવે છે.આની પ્રોસેસ ઘણી લાંબી છે.આ કળાને દુરથી જોઈએ તો એબ્રોડરી કે પ્રિન્ટલાગે છે.

રોગાન એ શું છે?
રોગાન આર્ટ એક પરંપરાગત કાપડ પર કંડારવામાં આવતી ચિત્ર કળા છે. જેનો ઘણા વર્ષોથી કચ્છમાં લોકો ઉપયોગ કરતાઆવ્યા છે. રાજાશાહી વખતે અમુક જ્ઞાતિની મહિલાઓ રોગન કસબના પહેરવેશ પહેરતી હતી.જે બાદ ધીમે ધીમે આ રોગાનનોઉપયોગ ઘર સજાવટ માટે થવા લાગ્યો.આજે રોગાન આર્ટના વસ્ત્રો અને કૃતિઓ દેશ વિદેશમાં લોકો ખરીદતા થયા છે.

સ્ત્રીઓ હાથ પર જે રીતે મહેંદી મૂકે એ રીતે આ કળામાં કાપડ પર ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. જો કે, મહેંદીની સરખામણીમાં આ કળા ભારે એકાગ્રતા માંગી લે છે. રોગન આર્ટના કાપડથી બારીના પડદા, વોલ પીસ, સાડી કે હેન્ડ બેગ જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.