ગુજરાતમાં પહેલા વરસાદે મચાવી તબાહી: ડીસામાં આકાશી વિજળી પડતાં મહિલાનું મોત- ઝાડ પર વીજળી પડ્યાના live દ્રશ્યો કેમેરામાં કેદ

ભરૂચ(ગુજરાત): હાલમાં લાંબા વિરામ બાદ રાજ્યમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસ્યો. ત્યારે વાલિયા તાલુકામાં છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા તાલુકા વાસીઓ ભારે ઉકળાટ વચ્ચે બફારો અનુભવી રહ્યા હતા. આ દરમિયાન આજરોજ વાલિયા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને એકાએક ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ દરમિયાન, છેલ્લા ઘણા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં વરસાદ સાથે વિજળીના કડાકાને ભડાકા થતા વાલિયા તાલુકાના દેસાડ ગામમાં નારિયેળીના ઝાડ પર વીજળી પડી હતી.

દેસાડ ગામના પંચાલ ફળિયામાં રહેતા રમેશ પંચાલના વાડામાં આવેલ નારિયેળીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ નુકસાની કે અઘટીત ઘટના નહિ બનતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

આ ઉપતંત, ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં મોડી રાત્રે આકાશી વિજળી પડતાં 34 વર્ષિય મહિલાનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી બે માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતા શોકનો માહોલ છવાયો હતો. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બે દિવસથી ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. શનિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ રવિવારે મોડી રાત્રે બે વાગ્યાના સુમારે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડતાં ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં વિજાબેન નરેશભાઇ રબારી (ઉ.વ.34) ઓસરીના બહાર બાથરૂમ જવા માટે નિકળ્યા હતાં. આ દરમિયાન, અચાનક જ કડાકા સાથે વિજળી પડતાં વિજાબેન બૂમાબૂમ કરી જાળી પકડી લેતાં ફસડાયા હોવાનું સામે આવ્યું છે.

જેથી તેમના પતિ સહિતનાઓ દ્વારા તાત્કાલિક ભણશાળી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. જોકે, ફરજ પરના તબિબ દ્વારા વિજાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. મૃતકની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *