અટલ બિહારી વાજપેયીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ- ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાશે ગુજરાતના સૌથી લાંબો ‘અટલ બ્રિજ’

ગુજરાત(Gujarat): નાતાલના દિવસે વડોદરા(Vadodara) શહેરનાં રહેવાસીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રીજ લોકાર્પણ માટે તૈયાર ચુક્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ ઓવરબ્રિજને…

ગુજરાત(Gujarat): નાતાલના દિવસે વડોદરા(Vadodara) શહેરનાં રહેવાસીઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રીજ લોકાર્પણ માટે તૈયાર ચુક્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવશે. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ(Atal Bihari Vajpayee)નો આજે જન્મદિન હોઈ બ્રિજને અટલ બ્રિજ(Atal Bridge) નામ આપવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, વડોદરા શહેરનાં લોકો જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોતાં હતા તે સમય હવે આવી ગયો છે. મનીષા ચોકડીથી ગેંડા સર્કલને જોડતા ઓવરબ્રીજનું રવિવારે એટલે કે આજે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજયેપીના જન્મદિવસે લોકાર્પણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

મહત્વનું છે કે, બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીનો કાફલો સૌ પ્રથમ બ્રિજ પરથી પસાર થશે. અટલ બ્રિજની મુલાકાત બાદ મુખ્યમંત્રી સયાજીનગર ગૃહ ખાતે જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રી સયાજીનગર ગૃહ ખાતે લોકોને સંબોધન કરશે.

લોકાર્પણના એક દિવસ અગાઉ વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમનો દાવો છે કે, બ્રિજના લોકાર્પણ પછી ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. અટલ બ્રિજ પર સાઈડમાં ગ્રીનરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઈમરજન્સી એક્ઝિટ માટે બે પ્રકારની સ્લાઈડિંગ પેનલ મૂકવામાં આવી છે. જરૂર હોય ત્યારે સ્લાઈડિંગ પેનલ ખોલી શકાશે. જે આ બ્રિજની ખાસ વિશેષતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અટલ બ્રિજના લોકાર્પણ બાદ વડોદરા શહેરનાં લોકો માટે આ નાતાલ યાદગાર બની જશે, એ નક્કી છે, કેમ કે સાડા ત્રણ કિલોમીટર લાંબો આ બ્રિજ લોકોને માથાના દુખાવા સમાન ટ્રાફિક જામની સમસ્યામાંથી ખુબ જ મોટી રાહત આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *