નોકરીએથી ઘરે પરત ફરી રહેલા યુવકને રસ્તામાં જ થયો કાળનો ભેટો- મળ્યું દર્દનાક મોત ‘ઓમ શાંતિ’

વલસાડ(Valsad): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકો અકાળે જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ…

વલસાડ(Valsad): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકો અકાળે જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ અકસ્માતની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં નોકરી પરથી ઘરે જતી વખતે ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થવાને કારણે વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર, ભાવિનભાઈ નામના વ્યક્તિ વલસાડના અબ્રામામાં આવેલી ગુજરાત ઇલેક્ટ્રોનિકના શો રૂમમાં કામ કરતા હતા. આ દરમિયાન તેઓ નોકરી પરથી તેમના ઘરે બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે જ વલસાડ હાઇવે પર ગુંદલાવની હોટલ પાસે એક ટ્રકની ટક્કર થઇ ગઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે તેમાં ભાવિનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેથી જ ભાવિનભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસને ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને થતા તેઓના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *