#kon_jitu_vaghani થયું ટ્રેન્ડ, યુવરાજસિંહ જાડેજાને ટ્રોલ કરવા જતા મંત્રી જીતુ વાઘાણીનો દાવ થઇ ગયો

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. અને સૌ પક્ષના કાર્યકર્તાઓ અંદરખાને તૈયારીઓમાં લાગી પડ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટી…

હાલ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતમાં તમામ પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે. અને સૌ પક્ષના કાર્યકર્તાઓ અંદરખાને તૈયારીઓમાં લાગી પડ્યા છે. પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ જીત મળતા જ ગુજરાતના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે. તેમજ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીની ગુજરાત મુલાકાતના કારણે ગુજરાતની રાજનીતિમાં નવો પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે.

મફત શિક્ષણ અને મફત વીજળી આપવાની વાતો કરી રહેલી આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભાની ચુંટણી માટે પુરા જોશ સાથે કામ કરી રહી છે. અને લોકોને દિલ્હી જેમ મફત શિક્ષણ પણ આપશે તેવા દાવાઓ સાથે ભૂતકાળમાં દિલ્હીના શિક્ષણમંત્રીએ ગુજરાતના તમામ ધારસભ્ય કે સંસદ સભ્યને દિલ્હીની સરકારી શાળાઓ અને દવાખાનાઓની મુલાકાત લેવા માટેનું જાહેર આમંત્રણ આપ્યા બાદ માહોલ વધારે ગરમાયો હતો.

છેલ્લા ઘણા દિવસથી દિલ્હીની તુલનામાં ગુજરાતનું શિક્ષણ ખરાબ અને અત્યંત ખર્ચાળ હોવાના મુદ્દે જીતુ વાઘાણીને ગુજરાતની જનતા અને મીડીયાએ આડે હાથે લીધા છે. ત્યારે જીતુ વાઘાણીએ વિવાદાસ્પદ નિવેદન આપીને મુદ્દો વધારે ગરમાવતા હવે ગુજરાતીઓએ શિક્ષણના મુદે જીતું વાઘાણીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ સાથેજ ભારતીય જનતા પાર્ટી માટે આ એક પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કરી દીધા છે

જણાવી દઈએ તમને બે દિવસ પહેલા રાજકોટ ખાતે એક સમારોહમાં જીતુ વાઘાણીએ અતિ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે “જે લોકોને ગુજરાતનું શિક્ષણ ના ફાવતુ હોય અને ના ગમતું હોય તેણે ગુજરાત છોડીને કોઈ અન્ય રાજ્યમા રેહવા માટે જતું રેહવું જોઈએ. શિક્ષણ મંત્રીના આવા નિવેદનના કારણે કાર્યકર્તાઓ પણ શરમમાં મુકાઇ ગયા છે. ગુજરાતના લોકોએ ટ્વીટર પર હેસ્ટેગ પોસ્ટ કરતાજ લોકો આપોઆપ ટ્રેન્ડ માં જોડાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ કરતા પણ વધારે લોકો દ્વારા આ મુદ્દે ટ્વીટર પર પોતાનો રોષ ઠાલવ્યો છે.

યુવાનો સોશિયલ મીડિયામાં ગુજરાતના શિક્ષણમંત્રીને ટ્રોલ કરી રહ્યા છે અને લોકો હસી હસીને લોટપોટ થઇ જાય તેવા મીમ્સ બનાવીને  શેર કરી રહ્યા છે. વધારેમાં વધારે યુવાનો સુધી આ મુદ્દો અને નિવેદન પોહ્ચ્તું થયું છે. શિક્ષણ મંત્રીના આવા ઉડાઉ નિવેદનના કારણે શિક્ષણ જગત અને ગુજરાતમાં તેઓ ખરડાયા છે અને તેમની છબી પણ કાદવથી ખરડાઈ ચુકી છે તેવી ચર્ચાઓ ગુજરાતના ગાંધીનગર ખાતે યુવાનોમાં થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *