યુક્રેનમાં ફસાયેલા ભારતીયની આપવીતી: “હું ભારતમાં છું અને મારો આખો પરિવાર યુક્રેનમાં છે. તે બૉમ્બમારાને કારણે બંકરમાં ફસાયેલો છે. આવતા અઠવાડિયે તેમને રૅશન મળશે કે નહીં, તેની પણ ખબર નથી. હું ગર્ભવતી છું, એટલે યુદ્ધ શરૂ થયું તે અઠવાડિયાથી મારા પતિએ ટીવી બંધ કરી દીધું છે.”
સમગ્ર વિશ્વની નજર આજે માત્ર ને માત્ર રશિયા(Russia) અને યુક્રેન(Ukraine)વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(War) પર છે, આજે 12મો દિવસ છે. આજે રશિયાએ સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ (Volodymyr Zelensky) ખુબ સારી લડત આપી છે. ઘણા ભારતીયો હજુ પણ યુંક્રેનમાં હજુ પણ ફસાયેલા છે.
જ્યારે ખબર પડી કે યુધ્ધ શરૂ થઇ ગયું છે, અને ખુબ ગંભીર પરિસ્થિતિ છે ત્યારબાદ માતા પિતા સાથે વિડીયો કોલ દ્વારા તેમની સ્થિતિ જોઈને હું વ્યથિત થઈ ગઈ છું, ‘તેઓ બંકરમાં છુપાઈને બેઠા છે. રસ્તા નિર્જન છે. માર્કેટ તૂટી ગઈ છે અને અમારા વિસ્તારમાં પણ બૉમ્બમારો થયો છે. મારા પરિવારજનોએ બંકરમાં આશરો લીધો છે, પરંતુ તેમનું રૅશન ખૂટશે તો? એવી ચિંતા મને સતાવે છે. મારું જમવાનું અને ઊંઘવાનું હરામ થઈ ગયું છે. મારી બહેન પણ ખારકિએવમાં જ રહે છે.” મિત્રો આ વ્યથા છે ગુજરાતમાં રેહતી એક યુક્રેનિયન યુવતી સ્વેત્લાનાસિંહની… ચાલો વિસ્તાર થી જાણીએ આખી કહાની એમના જ શબ્દો માં…
મારા આવનારા બાળક પર અસર ન પડે, તેની કાળજી રાખી રહ્યા છીએ. યુદ્ધ શરૂ થયું તે સમયથી હું કશું ખાઈ શકતી નથી, તેમ છતાં આવનારા બાળક માટે બે-ચાર કોળિયા જમી લઉં છું.” સગાંવહાલાં તથા મિત્રોએ મોકલેલા ખારકિએવના વીડિયોમાં ત્યાં થયેલી તબાહી મારાથી જોવાતી નથી. ત્યાના સમાચાર અને સ્થિતિ જોઈ ને ખુબ બેચેની નો અનુભવ થાય છે. જલદી થી જલ્દી ત્યાની સ્થતિ સુધરે એવી પ્રાર્થના કરું છું.
કહાની શરુ થાય છે, અહીંથી કે ભારતમાં આવેલા લખનૌના પવનસિંહ મિકેનિકલ ઇજનેરીનો અભ્યાસ કરવા માટે 1996માં યુક્રેન ગયા હતા, ત્યારે તેઓ સ્વેત્લાનાના સંપર્કમાં આવ્યા હતા. બંને ઇજનેરીની એક જ બ્રાન્ચમાં હતાં. જ્યારે તેઓ સાથે ભણતા હતા ત્યારે તો એમના વચ્ચે પ્રેમ જેવું કશુજ નોહ્તું. યુક્રેનની યુનિવર્સિટીઓમાં અનેક વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશથી આવે છે. શરૂઆતમાં પવન સાથેના મારા સંબંધ કૉલેજના અન્ય કોઈ સ્ટુડન્ટ સાથે હોય તેવા જ હતા, પણ પવનનો સાર સંભાળ વાળો સ્વભાવ મને ગમી ગયો હતો.’
માસ્ટર કમ્પ્લીટ કર્યા પછી વધારે અભ્યાસ માટે અમે બંનેએ અમે જર્મની જઈને પીએચ. ડી. (ડૉક્ટરેટ ઇન ફિલૉસૉફી) કરવાનું નક્કી કર્યું. અમે બંને યુક્રેનથી જર્મની ગયાં. એ સમયે અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો. 2002માં અમે જર્મનીમાં ભણતાં હતાં ત્યારે સાથે રહેવાનું નક્કી કર્યું. પવન પીએચ. ડી. કરતા હતા ત્યારે જ એક મલ્ટિનેશનલ કંપનીમાં બહુ સારા પગારની નોકરી મળી. હું હજુ ભણતી હતી, પવને ઑફર સ્વીકારી ને નોકરીમાં જોડાયા.”
છેવટે વર્ષ 2005માં અમે ડેનમાર્કમાં લગ્ન કર્યાં. 2009માં પવનને બીજી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ મળી એટલે અમે ભારત આવી ગયા. ભારત આવ્યા પછી અમે ફૅમિલી પ્લાન કર્યું. અમારે એક દીકરી થઈ. તેના ઉછેર માટે મેં હાઉસવાઇફ બનવાનું અને પવન જોબ કરે તેવું અમે નક્કી કર્યું હતું. પછી સ્વેત્લાના ભારતીય બની ગયાં. તેઓ ગળામાં ઈસુ ખ્રિસ્તના પેડન્ટની સાથે મંગળસૂત્ર પણ પહેરે છે. ખીચડી, મટરપનીર, આલુમટર, કોબીજ અને ફ્લાવર તેમના મનપસંદ શાક બની ગયાં છે. આટલું જ નહિ મહારાષ્ટ્રમાં લાંબો સમય સુધી રહ્યાં હોવાથી ગણેશચતુર્થીનો તહેવાર પણ ઊજવે છે.
આજે જ્યારે દંપતી યુક્રેનની સ્થિતિ જોવે છે ત્યારે ખુબજ દુ:ખી થઈ જાય છે. સ્વેત્લાનાને માનસિક અસર ન થાય તે માટે પવનના પરિવારે ટીવી જોવાનું બંધ કર્યું છે. પરંતુ યુક્રેન તથા રશિયામાં રહેતાં પરિવારજનો અને સંબંધીઓના ફોનને કારણે સ્વેત્લાના ખૂબ જ તણાવમાં રહે છે.
પવનસિંહ વધારે વાત કરતા કહે છે કે, હું મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરું છું અને યુરોપના અનેક દેશોમાં તેનું કામકાજ ફેલાયેલું છે. અનેક યુક્રેનવાસીઓને લાગતું ન હતું કે રશિયા દ્વારા આવું કોઈ પગલું લેવામાં આવશે. યુદ્ધની શક્યતાને જોતા મેં મારાં સાસુ-સસરાને ભારત આવી જવા કહ્યું, પરંતુ એમને લાગતું હતું કે યુદ્ધ નહીં થાય.એ લોકો જ્યાં રહે છે, એ શહેર જ યુદ્ધમાં તારાજ થઈ ગયું છે.”
જ્યારે પવનસિંહ ના પત્ની સ્વેત્લાના કહી રહ્યા છે કે, “મારી એક જ વિનંતી છે કે દુનિયાના બીજા દેશો વચ્ચે પડીને સમાધાન કરીને યુદ્ધ બંધ કરાવે આ બરબાદી મારાથી જોવાતી નથી. યુક્રેન અને રશિયાના લોકો વચ્ચે કોઈ મનભેદ નથી. યુક્રેનવાસીઓની લાશો મારાથી જોવાતી નથી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.