ભારતમાં સ્પ્રીંગની જેમ ઉછળશે પેટ્રોલ ડીઝલના ભાવ- એ પણ ડોલરના ભાવ પણ મહિનાના અંત સુધી ક્યાં પહોચશે

હાલમાં ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણી ચાલી રહી હતી. આજે ઉત્તર પ્રદેશમાં અંતિમ ચરણ નું મતદાન ચાલી રહ્યું છે.. છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા જઈ રહ્યા છે. બીજી તરફ ડોલરના ભાવે પણ રોકેટ સ્પીડ પકડી છે અને તે રૂપિયા ની સપાટી વટાવી ગયો છે.

રશિયા- યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવાર માર્ચ 7, 2022 ની વહેલી સવારના કલાકોમાં, વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત $130 ને વટાવી ગઈ. આ પહેલા 2012માં ક્રૂડ ઓઇલ પહેલીવાર 128 ડોલરના આંકડાને સ્પર્શ્યું હતું. સવારે 02.06 વાગ્યે બ્રેન્ટ ક્રૂડની કિંમત 130.3 ડોલર પ્રતિ બેરલ નોંધાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરૂવારે તેલ 115 ડોલરના આંકને પાર કરી ગયું હતું, જે સપ્ટેમ્બર 2008 પછીનું સૌથી વધુ હતું.

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા જઈ રહ્યા હતા, જેને લઈને ભારતના પાંચ રાજ્યોની ચૂંટણી બ્રેક લગાવી હતી. પરંતુ હવે ચૂંટણી ખતમ થતાં જ એક બે દિવસમાં જ આ વધારા પર એક્સિલેટર લાગી જશે તેવું જાણકારો માની રહ્યા છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પેટ્રોલીયમ કંપનીઓ જાતે નક્કી કરે છે. પરંતુ આ નિયંત્રણ કેવી રીતે રાખવું તે આડકતરી રીતે ભારત સરકાર અને હાથમાં જ હોય છે.

યુક્રેન રશિયાના યુદ્ધના કારણે ડોલર સતત ગગડી રહ્યો છે અને ક્રૂડ ઓઇલના ભાવ પણ સતત વધી રહ્યા છે. જાણકારો માની રહ્યા છે કે, પેટ્રોલ-ડીઝલમાં માર્ચ મહિનાના અંત સુધીમાં 15 થી 20 રૂપિયા નો વધારો કરવામાં આવશે. પેટ્રોલ-ડીઝલ કંપનીઓ પણ છેલ્લા કેટલાક દિવસો નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરશે. ત્યારે જોવું રહ્યું કે ભારતીય નાગરિકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન કરીને આપવામાં આવેલા લાભનો ફાયદો ચૂંટણીમાં ભાજપને મળે છે કે વિપક્ષ ને.

જાણકારો માની રહ્યા છે કે યુક્રેન રશિયા નું યુદ્ધ હજી લાંબુ ચાલ્યુ તો ડોલરનો ભાવ ૮૦ રૂપિયાને વટાવી જશે અને જેની સીધી અસર ભારતીય નાગરિકોના ખીસ્સા પર પડશે. એક તરફ ક્રૂડ ઓઈલનો ભાવ વધી રહ્યો છે અને બીજી તરફ ડોલર મજબૂત થઈ રહ્યો છે. ત્યારે દુનિયાને આ અસરનો બેવડો માર પડશે તે નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *