અમદાવાદમાં લજવાયા ગુરુ-શિષ્યોના સબંધો; ટ્યૂશન ક્લાસમાં આવતી સગીરાને શિક્ષકે બનાવી હવસનો શિકાર

Tuition class teacher committed rape in Ahmedabad: એક શિક્ષકનું કામ વિધાર્નેથીઓને જ્ઞાન આપવાનું હોય છે, પણ ગુરુ ની પદવી ને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે…

Tuition class teacher committed rape in Ahmedabad: એક શિક્ષકનું કામ વિધાર્નેથીઓને જ્ઞાન આપવાનું હોય છે, પણ ગુરુ ની પદવી ને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવી રહ્યો છે. અમદાવાદ(Tuition class teacher committed rape in Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને ઘરે જ ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે તેના ટયુશનમાં આવતી એક સગીર વિધાર્થિની ને પોતાના હવસનો શિકાર બનાવી અને તેને ધાક ધમકીઓ આપી તેના પર દુસ્ક્ર્મે આચર્યું હતું. પરિવારની ફરિયાદને આધારે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી.

ટ્યુશન આવતી સગીર વયની દિકરી પર શિક્ષકે બળાત્કાર ગુજાર્યો
દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તે પોતના ઘરમાં જ ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થીની પર સુનિલે દુસ્ક્ર્મે આચર્યું હતું. જૂન 2022 થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટયુશનના જતી હતી તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ધરે રોકી રાખતો હતો.

જે પછી સગીરા ને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત દુસ્ક્ર્મે પણ આચર્યું હતું. જોકે સગીરાએ સુનિલે ટ્યુશન ક્લાસ છોડાવી લીધા પછી પણ સુનિલે તેનો પીછો મૂકતો નો હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરે થી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો.

સગીરાએ સ્કૂલનાં પ્રિન્સિપાલને બધી હકીકત જણાવી
એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ સગીરાના માતા પિતાને બધી જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાનાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે સુનીલ પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *