BJPના વરિષ્ઠ નેતા ભરેલી રાયફલ સાફ કરી રહ્યા હતા- પછી એક ભૂલને કારણે જીવ ગુમાવવો પડ્યો

હથિયારોને લઈને થોડી એવી પણ ભૂલ મોતનું કારણ બની શકે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જોવા મળી. ત્યાં લગ્નમાં જવા માટે એક લાયસન્સવાળી રાયફલને સાફ કરવા દરમ્યાન ગોળી ચાલી. ભરેલી બંદૂકને સાફ કરી રહેલા બીજેપી નેતા સુરેન્દ્ર મિશ્રાની છાતીમાં ગોળી વાગી. પરિવારજનો હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં ત્રણ કલાક સુધી ઈલાજ ચાલ્યા બાદ મિશ્રાએ જીવ ગુમાવી દીધો. ઘટના બાદ ખુશીમાં ભરવા જઈ રહેલા બીજેપી નેતાના પરિવારમાં દુઃખનો માહોલ છે.

ગ્વાલિયરના પોલીસ સ્ટેશનના પૂર્વ વિસ્તારમાં રહેતા સુરેન્દ્ર મિશ્રા બીજેપીના વરિષ્ઠ નેતા હતા. મિશ્રા ભિંડ જિલ્લાના અધ્યક્ષ હતા. ભીંડમાં સુરેન્દ્રના સાળાના દિકરાના લગ્ન હતા. જેમાં જવા માટે આખો પરિવાર ગયા રવિવારથી તૈયારી કરી રહ્યો હતો. સુરેન્દ્ર મિશ્રા લગ્નમાં સાથે લઈ જવા માટે પોતાની બંદૂક સાફ કરી રહ્યા હતા. ઘરના ઉપરના માળે મિશ્રા રાયફલ ની સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન ભુલથી બંદુકનું ટ્રીગર દબાઈ ગયું અને ગોળી મિશ્રાના પેટને સ્પર્શ કરી સીધી છાતીમાં ઘૂસી ગઈ. ગોળી વાગતાની સાથે જ મિશ્રા જમીન પર પડી ગયા.

દિકરા અને પત્નિ સાંભળ્યો અવાજ

ગોળી ચાલવાનો અવાજ સાંભળતા જ મિશ્રાના દિકરા અને પત્નિ પહેલા માળે પહોંચ્યા. જ્યાં રૂમમાં સુરેન્દ્ર મિશ્રા ઘાયલ પડેલા હતા. પરિવારજનો તેને લઈને હોસ્પિટલ ગયા જ્યાં ડોક્ટરોએ ગંભીર હાલત જોઈ જયા આરોગ્ય હોસ્પિટલમાં રિફર કરી દીધા. ત્રણ કલાક સુધી ઈલાજ ચાલ્યા બાદ મિશ્રણ નું મૃત્યુ થઈ ગયું.

ખબર ન હતી કે રાઈફલ લોડેડ છે

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને લાયસન્સવાળી રાયફલને પોતાના કબજામાં લીધી. જેમાં હજુ એક અન્ય કારતૂસ હાજર હતો. પરિવારજનોએ જણાવ્યું કે બાર બોરની રાઇફલમાં બે કારતૂસ હતા. મિશ્રાને રાયફલ લોડેડ હોવાની જાણકારી ન હતી. હવે પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *