ગર્ભાશયમાં ગાંઠ હોય તો દેખાય છે આ લક્ષણો, સમયસર કરાવજો સારવાર નહીંતર…

Women Health: ગર્ભાશયમાં બનતી ગાંઠને કારણે એગ્સ અને સ્પર્મ મળી શકતા નથી, જેના કારણે ઈન્ફર્ટિલિટીની સમસ્યા થાય છે. આનુવંશિક, સ્થૂળતા, શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનની (Women Health) માત્રા વધવા પર અને લાંબા સમય સુધી બાળક ન લાવવાને કારણે આવું થઈ શકે છે. જે મહિલાઓના લગ્ન 35-40ની ઉંમર બાદ થાય છે તેમને આ સમસ્યાઓ થવાનો ખતરો વધુ હોય છે.

આ ટયૂમર માટે ભાગે કેન્સરમાં પરિણમે નહીં તેવું હોય છે. સ્ત્રીઓમાં ઉત્પન્ન થતું એસ્ટ્રોજન હોર્મોન આ ટયૂમરને વધવામાં મદદ કરે છે. 20 થી45 વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓને આ ટયૂમર થવાની શક્યતા વધારે હોય છે. કોઇ કોઇ વાર ૧૫-૧૬ વર્ષની કુંવારી છોકરીઓમાં પણ એ જોવા મળે છે. માસિક ધર્મ બંધ થયા પછી આ ટયૂમર થવાની સંભાવના બહુ ઓછી હોય છે.

આ ટયૂમર કેમ થાય છે? તેનાં કારણ કયા કયા છે? એ હજી સુધી જાણી નથી શકાયું. પરંતુ બનતા સુધી તે ગર્ભાશયની માંસપેશીઓની અસામાન્ય વૃધ્ધિથી થાય છે. આ ટયૂમર અંડાશયના ગ્રેન્યૂલોજા સેલ ટયૂમર તેમજ મોટા ભાગે એની પોલીસિસ્ટીક ઓવરીઝ સાથે પણ જોવા મળે છે કેમકે આ બંને બીમારીઓમાં એસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે. રજોનિવૃત્તિ પછી ફાઇબ્રોઇડ ટયૂમર થાય તો ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

લક્ષણો
રક્તસ્ત્રાવ: ગર્ભપાત પછી 3દિવસ કે 3 અઠવાડિયાં સુધી રક્તસ્ત્રાવ થઇ શકે છે. આ રક્તસ્ત્રાવ સામાન્ય માસિક વખતે થતા રક્તસ્ત્રાવથી ઓછો હોય છે. એમાં લોહીના નાના નાના ગઠ્ઠા નીકળે છે. પરંતુ જો રક્સ્ત્રાવ વધારે પ્રમાણમાં થતો હોય અને ગઠ્ઠાનું કદ પણ થોડું મોટું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

ચૂંક કે અમળાટ: ગર્ભપાત કે કસુવાવડ પછી બે દિવસ સુધી પેટમાં અમળાટ રહે છે. કેમ કે ગર્ભાશય એના મૂળ કદમાં પાછું આવતું હોય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે પેટના નીચેના ભાગમાં શેક કરી આરામ કરો. પરંતુ જો દુખાવો અસહ્ય થઇ જાય તો ડોક્ટરને બતાવવું હિતાવહ છે. કેમ કે માંસપેશીઓ ખેંચવાના લીધે કોઇ ચેપ લાગી ગયો હોય એવું પણ શક્ય છે.

શરીરનું ઉષ્ણતામાન: ગર્ભાશય પછી શરીરનું ઉષ્ણતામાન જો સામાન્યથી વધી જાય તો ડોક્ટરની સલાહ જરૂર લો. શરીર વધારે ગરમ હોવું એ શરીરમાં કોઇ વિકાર હોવાનું સૂચવે છે.

હતાશા: ગર્ભપાત પછી મહિલા માનસિક રીતે પણ ભાંગી પડે છે. આથી એનામાં દુ:ખ, ખિન્નતા વગેરેની ભાવનાઓ ઘર કરવા લાગે છે.