સાયબર ક્રાઈમના આજના સમયની કડવી વાસ્તવિકતા છે. જ્યારે સોશિયલ મીડિયા વાપરવાના ઘણા ફાયદા છે, તો તેની સાથે ઘણા ગેરફાયદા પણ છે અને સાયબર ચોરી ગેરફાયદાઓની યાદીમાં ટોચ પર આવે છે. ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના થાણે શહેરમાં 8.98 લાખ રૂપિયાની સાયબર ચોરીની જાણ થઈ હતી. ચાલો જાણીએ શું હતો સમગ્ર મામલો…
આજના ઓનલાઈન યુગમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ એ સાયબર ચોરીમાં ઘણો વધારો કરી રહ્યો છે. દેશમાં દરરોજ સાયબર ચોરીના કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો આ અઠવાડિયે મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં નોધાવામાં આવ્યો હતો. તાજેતરમાં, પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડી કરનાર વ્યક્તિએ વોટ્સએપ દ્વારા 60 વર્ષના એક વ્યક્તિ પાસેથી 8.98 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
થાણેના એક 60 વર્ષીય વરિષ્ઠ નાગરિકને 1 ઓગસ્ટના રોજ સાઉદી અરેબિયામાં રહેતા તેમના મિત્ર ભૂપેન્દ્ર મોદીના વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે મેડિકલ ઈમરજન્સીને કારણે તેને 98,000 રૂપિયાની જરૂર છે. 2 ઓગસ્ટના રોજ મેસેજ જોઈને ફરિયાદીએ આ રકમ મિત્રના ખાતામાં મોકલી, થોડીવારમાં ફરી ફરિયાદીને તેના મિત્ર તરફથી ફરી મેસેજ આવ્યો કે તેણે ભૂલથી 98,000 લખ્યા છે.તેને આ પૈસા તેના મિત્રના ઓપરેશન માટે નહિ પરંતુ મિત્ર ના છોકરા માટે 6.98 લાખની જરૂર છે. ફરિયાદીએ બીજા 6 લાખ રૂપિયા મોકલ્યા.
થોડા સમય પછી મિત્રના ખાતામાંથી મેસેજ આવ્યો કે ફરિયાદીએ ભૂલથી 1 લાખ સાઉદી રિયાલ મોકલ્યા છે અને કેટલીક ટેકનીકલ સમસ્યાને કારણે એક દિવસ વ્યવહાર મોડો થશે. આ સાંભળીને થાણેના આ રહેવાસીએ તેના ખાતામાં રહેલા બાકીના 2 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કરી દીધા.
આ બધુ થાય ગયા પછી થોડા સમયમાં, આ વરિષ્ઠ નાગરિકોના વોટ્સએપ ગ્રુપ પર તેમના મિત્ર, ભૂપેન્દ્ર મોદીના પત્ની તરફથી એક મેસેજ આવ્યો કે કોઈએ ભૂપેન્દ્રનું વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું છે અને હેકર લોકોને મેસેજ કરીને પૈસા માંગી રહ્યો છે. ત્યારે જ થાણેનો રહેવાસી આ માણસ સમજી ગયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
છેતરપિંડીની જાણ થતાં જ ફરિયાદીએ ત્યાના સ્થાનિક પોલીસ સ્ટેશન નૌપાડા માં આ સાયબર ચોરી સામે FIR નોંધાવી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને અપેક્ષા છે કે ચોર જલ્દીથી પકડાઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.