સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની વેબસાઇટ પર દેખાયો ‘તિરંગો’ અને ‘શ્રી રામ’

સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેટલાક હેકરોએ પાકિસ્તાનની (pakistan) ઘણી મહત્વપૂર્ણ વેબસાઇટ્સને (website) હેક કરી અને 15 ઓગસ્ટના અભિનંદન સંદેશા તેના પર આવવા લાગ્યા. એટલું જ નહીં, કરાચી અને લાહોરમાં રામ મંદિરની બનવાની વાત પણ પાકિસ્તાની વેબસાઇટ્સ પર પણ લખવામાં આવી હતી.

પાકિસ્તાનની ફાતિમા જિન્નાહ મહિલા વિશ્વયુનિવર્સિટી સહિત અન્ય ઘણી વેબસાઇટ્સ પર, હેકરોએ (Hacker) ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો અને શુભેચ્છા સંદેશાઓ દેખાવા લાગ્યા.

પાકિસ્તાનની બીજી વેબસાઇટ peterco.com.pk ને પણ હેકરોએ નિશાન બનાવ્યું હતું. આ વેબસાઇટને હેક કરી, તેના પર ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો અને તેની નીચે સત્યમેવ જયતે લખ્યું હતું. વેબસાઇટ પર બાળકો ત્રિરંગો ધ્વજ હાથમાં લઈને દોડતા જોવા મળે છે. આ વેબસાઇટ હેક કરવાનો આરોપ ભારતીય સાયબર ટ્રોપ પર કરવામાં આવ્યો છે.

હેકરોએ પાકિસ્તાનની અન્ય વેબસાઇટ પર હુમલો કર્યો અને ભગવાન રામની એક મોટી તસવીર તેના પર દેખાવા લાગી હતી. તસવીરની નીચે લખેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, કરાચી અને લાહોરમાં પણ રામ મંદિર બનાવવામાં આવશે. જો કે, આ વેબસાઇટ્સને પાકિસ્તાની સંસ્થાઓ દ્વારા હેકિંગની જાણ થતાં જ બંધ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *