આજના આધુનિક સમયમાં મહિલાઓ તમામ ક્ષેત્રમાં આગળ નીકળી ચુકી છે. પુરુષો કરતા પણ આગળ નીકળી ચુકી છે. હાલમાં આપણને ગૌરવ અનુભવાય એવી એક જાણકારી સામે આવી છે. રાજ્યના નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રહેતા વાંસદા તાલુકામાં આવેલ હનુમાનબારી ગામની હેલી સોલંકીએ ગુજરાતનું નામ દેશમાં ગુજ્વ્યું છે.
4 વર્ષ સુધી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ગુજરાતની સૌપ્રથમ મહિલા મરીન એન્જિનિયર બનતા ગુજરાત તેમજ માતા-પિતા અને સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે. આદિવાસી વિસ્તારમાં રહેતી હેલી ડી. સોલંકીએ વાંસદામાં અભ્યાસ કર્યા પછી છેલ્લા 4 વર્ષથી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી.
હેલી સોલંકીએ ગુજરાતની સૌપ્રથમ મહિલા મરીન એન્જિનિયર બનતા ગુજરાત અને માતા-પિતા તથા સમાજનું નામ રોશન કર્યું છે. હેલી સોલંકી ગુરૂવારે સૌપ્રથમવાર ઘરે પહોંચતા માતા-પિતાએ એનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. માતા-પિતાના સહયોગ તથા પ્રોત્સાહનને લઈ આજે નેવી એન્જિનિયર બની છે, ફોર્થ પરીક્ષા લેવામાં આવશે તેમજ ક્લાસ-2 થઈ ચીફ એન્જિનિયર બનીશ એવું હેલી સોલંકી જણાવે છે.
આની સાથે જ અમદાવાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આયુષ પનારા નામના વિદ્યાર્થીએ પણ 6 અલગ અલગ ઔષધિઓમાંથી એક પાઉડર તૈયાર કર્યો છે કે, જેનાથી લોકોના સ્વાસ્થ્યને ખુબ લાભ થશે. આની સાથો-સાથ જ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.