છોકરીની છેડતી કરતા પકડાયા તો સોસાયટી વાળાઓએ કર્યા આવા હાલ

સ્ત્રીઓનું સમ્માન દરરોજ ઘટવાં તરફ જઈ રહ્યું છે. ત્યારે હાલમાં રાજ્યમાં સ્ત્રીઓની સાથે થતાં અત્યાચારની ઘટનાઓ સતત વધારો થતો જાય છે. સરકારે આવાં લોકોની સામે કડક પગલાં પણ લીધેલ છે. એવામાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.

પલસાણા તાલુકામાં આવેલ ચલથાણ ગામમાં એક સગીરા જાહેર રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તે જ ગામના 3 સગીરોએ બીભત્સ માંગણી કરતાં જ સગીરાએ પરિવારજનોને જાણ કરતા જ બિલ્ડિંગના રહેવાસી તેમજ બિલ્ડરો પણ ત્યાં આવી ગયા હતા. અને પોલીસને જાણ કરવાને બદલે 3 સગીરોના માથાનું અર્ધમુંડન કરાવીને તેનો વીડિયો વાયરલ કરી દેતાં જ ચલથાણ ગામના લોકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો.

મળતી જાણકારી પ્રમાણે પલસાણા તાલુકામાં આવેલ ચલથાણ ગામમાં પોતાના પરિવારની સાથે રહેતી એક સગીરા ગત રોજ સાંજના સુમારે ચલથાણ લક્ષ્મીનગરના કોમન પ્લોટની નજીકથી પસાર થતી હતી, તે વખતે ત્યાં હાજર કુલ ૩ સગીરોએ સગીરાને મીઠી સોપારી ખાવી છે. એમ કહીને તેની સાથે બીભત્સ માંગણીઓ કરી હતી.

જેને લઇને સગીરાએ ગભરાઈ જઇને ત્યાંથી તેના ઘરે જતી રહી હતી. અને આ બાબતે તેણે તેનાં માતા-પિતાને જાણ કરી હતી. ત્યારે સગીરાના પરિવારે આ બાબતે ત્યાંના રહીશો તથા લક્ષ્મીનગરના બિલ્ડરને જાણ કરતા 3 સગીરોને પકડી લાવીને તેઓના માથામાં અર્ધમુંડન પણ કરાવ્યુ હતું.

ત્યારબાદ તેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી દેવામાં આવ્યો હતો.ત્યારે 3 સગીરોને પોલીસને સોંપી દેવાને બદલે કાયદાને હાથમાં લઇને 3 સગીરોનું અર્ધમુંડન કરાવતો વીડિયો વાયરલ થતા ચલથાણ સહિતના આજુબાજુનાં ગામોના લોકોમાં પણ ચર્ચાનો વિષય બની જવા લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *