છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થઇ રહ્યો છે. જેમાં યુટ્યુબર પત્રકાર અને એક ખાનગી ચેનલમાં ઈનપુટ આપતા સ્ટ્રીંગર કનિષ્ક તિવારી (Kanishk Tiwari) પણ સામેલ હતો. સીધી પોલીસ સ્ટેશનની (Sidhi Police) કાર્યવાહી હેઠળ તેના કપડા ઉતારી તેને રાતભર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો અને સવારે 151ની કાર્યવાહી કરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ઘટનાના બે દિવસ પછી, ધરપકડ કરાયેલા લોકોના અર્ધ નગ્ન ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે પોલીસની આ કરતુત ને લઈને દેશભરમાં નિંદા થઇ રહી છે.
મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે (cm shivraj singh chouhan) સ્થાનિક પોલીસ દ્વારા સિધી જિલ્લાના પત્રકારો અને કેમેરામેનની ધરપકડ અને વાંધાજનક સ્થિતિમાં વાયરલ થઈ રહેલા ફોટાને સંજ્ઞાન લીધું છે. મુખ્યમંત્રીએ આ મામલે ભોપાલ પોલીસ હેડક્વાર્ટર પાસેથી સ્પષ્ટતા માંગી છે. આ સાથે દોષિત પોલીસકર્મીઓના વર્તન પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પત્રકાર સાથેના દુર્વ્યવહાર માટે જવાબદાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મનોજ સોની અને સબ ઈન્સ્પેક્ટરને હેડકવાર્ટરમાં બદલીના આદેશ કરાયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેદારનાથ શુક્લા અને તેમના પુત્ર ગુરુ દત્ત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત રીતે અશ્લીલ ટિપ્પણી કરવા બદલ કુંદર નામના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને આ પત્રકારો પોલીસ સ્ટેશન સામે એકઠા થયા હતા.
આ મામલે અધિક પોલીસ મહાનિર્દેશક કેપી વેંકટેશ્વર રાવે જણાવ્યું હતું કે આ ઘટના બે દિવસ પહેલાની છે, જ્યાં નીરજ કુંદર નામની વ્યક્તિની સોશિયલ મીડિયાના એક વિવાદમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને સમર્થન આપવા પત્રકાર કનિષ્ક તિવારી તેના સાથીઓ સાથે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનની સામે વિરોધ કરી રહ્યો હતો. પ્રિવેન્ટિવ મેજર હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ વ્યક્તિ આત્મહત્યા જેવું પગલું ન ભરે તે માટે પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારવામાં આવે છે. અમને સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર મળી રહી છે તેની તપાસ કરવામાં આવી છે પરંતુ આમાં પોલીસનો કોઈ વાંક નથી.
બીજી તરફ સીધીના પોલીસ અધિક્ષક મુકેશ શ્રીવાસ્તવનું નિવેદન અલગ છે. તેમણે કહ્યું કે અમે ઉચ્ચ સ્તરે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોગ્રાફ્સની તપાસ કરી રહ્યા છીએ અને અમે જુનિયર કર્મચારીઓને ધરપકડની પ્રક્રિયાની તપાસ કરવા સૂચના આપી છે અને જો કોઈ ખાતાકીય ભૂલ જણાશે તો સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.