કાળજું કંપાવનારી દુર્ઘટના: બ્રીજ તૂટતા શાળાએથી પરત ફરી રહેલા 30 વિધાર્થીઓ નદીમાં ખાબક્યા

આસામ(Assam)માં લટકતો પુલ ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત(Big accident) સર્જાયો છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અકસ્માતમાં 30 વિદ્યાર્થીઓ ઘાયલ(30 students injured) થયા છે. આ અકસ્માત રાજ્યના કરીમગંજ જિલ્લા(Karimganj district)માં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ વિદ્યાર્થીઓ શાળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે આ લટકતો પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માત બાદ કરીમગંજની રતાબારી વિધાનસભામાં વિસ્તારમાં બ્રીજ પડતા ચેરાગિક વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.

અહેવાલો અનુસાર, આ લટકતો પુલ સિંગલા નદી(Singla River) પર બનાવવામાં આવ્યો છે. આ એકમાત્ર પુલ છે જે ચેરાગીર વિસ્તારને ગામ સાથે જોડે છે. ત્રણ વર્ષ સુધી આ વિદ્યાર્થીઓ આ પુલનો ઉપયોગ મુસાફરી માટે કરે છે. સોમવારે પણ આ વિદ્યાર્થીઓ આ પુલ દ્વારા શાળાએ ગયા હતા. પરંતુ શાળામાંથી પરત ફરતી વખતે પુલ તૂટી પડ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ચેરાગિક વિદ્યાપીઠ હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓએ આ પુલની મદદથી નદી પાર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ આ પુલ અચાનક તૂટી પડ્યો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓને મદદ કરી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ નદીમાં પડી ગયા. પરંતુ સ્થાનિક લોકોએ મોટી મુશ્કેલી સાથે આ વિદ્યાર્થીઓને સમયસર બચાવી લીધા.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં, ગ્રામજનોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, આ પુલ માત્ર 3 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જોકે, આ અકસ્માત બાદ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યાદ કરો કે એક સપ્તાહ પહેલા આસામની રાજધાની ગુવાહાટીમાં પાંડુ ઘાટ પાસે બ્રહ્મપુત્ર નદીમાં ડૂબી જવાથી ત્રણ છોકરાઓ મૃત્યુ પામ્યા હતા. ખરેખર, તે સમય દરમિયાન પણ બાળકો ટ્યુશનથી પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન છોકરાઓએ નદીમાં તરવા માટે કૂદકો માર્યો હતો અને આ દરમિયાન તેઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *