રાજકોટ-અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર લાગતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત, પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત

રાજકોટ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત(Accident) દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો…

રાજકોટ(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત(Accident) દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, રાજકોટ-અમદાવાદ હાઈવે(Rajkot-Ahmedabad Highway) પર બેટી નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક જયસુખભાઈ(Jayasukhbhai)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્ર(Wife and son)ને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ(Rajkot Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. પત્ની અને પુત્ર સાથે સસરાના ઘરે આંટો મારવા જતા હતા અને અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતી મુજબ, ચોટીલાના કાળાસર ખેરડીમાં રહેતાં જયસુખભાઈ છગનભાઈ કેકડીયા તેના પત્ની ગીતાબેન અને પુત્ર ચેતન સાથે બાઈક લઈને કાળાસર ખેરડીથી નવાગામ રહેતા તેના સસરાના ઘરે આંટો મારવા જતા હતા. ત્યારે અમદાવાદ હાઈવે પર આવેલા બેટી ગામ પાસે ભારત બ્રોન્ઝ શોરૂમ નજીક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં જયસુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત, તેની પત્ની અને પુત્રને શરીરે અને હાથે ગંભીર ઈજા પહોંચી હતી અને રાહદારીઓ દ્વારા 108ને જાણ કરતા દોડી આવી હતી. જયસુખભાઈને જોઈ તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત માતા અને પુત્રને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, મૃતક જયસુખભાઈ ખેતમજૂરી કરતા હતા અને ત્રણ ભાઈ બહેનમાં મોટા હતા. જ્યારે તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જે અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોચી હતી અને અકસ્માત થયા બાદ ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *