ગુજરાતની સરહદે અકસ્માત, બ્રેક ફેલ થવાને કારણે 30 જેટલા મુસાફરોને લઈને જતી બેકાબુ બનેલી ST બસ ખીણમાં…- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજ્યના બોર્ડર પર મહારાષ્ટ્ર(Maharashtra)ના નવાપુર(Navapur)માં ગુજરાત એસટી બસનો અકસ્માત(Accident) થયો હતો. ચરણમલ ઘાટ પર સાપોલિયા વળાંક પર એસટી બસની એક્સેલ અચાનક તૂટી જતાં બ્રેક…

ગુજરાત(Gujarat): રાજ્યના બોર્ડર પર મહારાષ્ટ્ર(Maharashtra)ના નવાપુર(Navapur)માં ગુજરાત એસટી બસનો અકસ્માત(Accident) થયો હતો. ચરણમલ ઘાટ પર સાપોલિયા વળાંક પર એસટી બસની એક્સેલ અચાનક તૂટી જતાં બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બસ પછી ખડકો પર ચઢી અને ખીણના કિનારા પર લટકી ગઈ હતી. સોમવારે સવારે 30 જેટલા મુસાફરો બસમાં સવાર હતા. આ અકસ્માતમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. બસમાં સવાર મુસાફરોએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, “ભગવાનની કૃપાથી અમે બચી ગયા છીએ.”

મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત આવી રહેલી ગુજરાત એસટી બસને ગઈકાલે (સોમવારે) સવારે 9.30 વાગ્યે નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના ચરણમલ ઘાટ પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એસટી બસ નવાપુર તાલુકાના ચરણમાલ ઘાટ પર પહોંચી અને સાપોલીયા વળાંક પર બસની એક્સલ તૂટી જતાં બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ પછી બસ ઘાટ સાથે અથડાઈ અને ખીણમાં ખાબકવાની જ હતું પરંતુ ખડકો હોવાને કારણે બંધ થઈ ગઈ. અકસ્માતમાં ઘાયલ થયેલા 20 લોકોને સારવાર માટે નવાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નજીકના બોરઝર ગામના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ પહોંચી ગઈ હતી.

નવાપુર ડેપોની બસના ડ્રાઈવર અને બસમાં સવાર તારાચંદ વાધેએ જણાવ્યું હતું કે બસની એક્સેલ તૂટવાને કારણે બ્રેક પણ ફેઈલ થઈ ગઈ હતી. ડ્રાઈવરે બ્રેક લગાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. બસની બ્રેક ફેલ થવાના સમાચાર સાંભળીને બસમાં સવાર દરેક જણ ચોંકી ઉઠ્યા હતા. મુસાફરોએ વિચાર્યું કે તે આજે મરી જશે. જોકે, ખીણની બાજુમાં મોટા પથ્થરોને કારણે બસ થંભી ગઈ હતી. આ પછી તમામ મુસાફરોને એક્ઝિટ બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

બસમાં બેઠેલા કૈલાશ સૂર્યવંશીએ ચોધાર આંસુએ રડતા રડતા જણાવ્યું કે, તેઓ તેમના મોટા પુત્રના જન્મદિવસની ઉજવણી કરવા પત્ની અને પુત્ર સાથે વડોદરા જઈ રહ્યા હતા. સાપોલિયા વળાંક પર ઉતરતી વખતે બ્રેક ફેઈલ થઈ ગઈ હોવાનું જાણી ડ્રાઈવરને આંચકો લાગ્યો હતો. ભગવાનની કૃપાથી જ આપણે બચી ગયા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *