અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૭ દિવસ પછી ખોવાયેલ બાળકી મળતા માતા-પિતા સહિત પરિવારમાં છવાયો ખુશીનો માહોલ

અમદાવાદ(ગુજરાત):  માતા-પિતા સૌથી વધારે વ્હાલ તેમના બાળકોને કરે છે. જે બાળકો તેમનાથી કોઈ કારણસર પળવાર પણ દૂર જતા રહે છે તે માતા પિતાને તેમની ખુબ…

અમદાવાદ(ગુજરાત):  માતા-પિતા સૌથી વધારે વ્હાલ તેમના બાળકોને કરે છે. જે બાળકો તેમનાથી કોઈ કારણસર પળવાર પણ દૂર જતા રહે છે તે માતા પિતાને તેમની ખુબ જ ચિંતા થતી હોય છે. આવો જ બનાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને જન્મના થોડા જ સમય બાળકી ગાયબ થઇ જતા માતા-પિતા ખુબ જ ચિંતામાં આવી ગયા હતા.

આ વાતની જાણ થતાની સાથે જ માતા પિતાની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. નવજાત બાળકીને શોધવા માટે અમદાવાદ પોલીસ દ્વારા પણ પોતાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 2 દિવસ થઇ જતા દીકરીઓ કોઈ ભાળ ન મળતા માતા પિતાની રોઈ રોઈને ખુબ જ ખરાબ હાલત થઇ ગઈ હતી.

આખરે ૭ દિવસ બાદ અમદાવાદ પોલીસ દ્વારા ૫૦થી પણ વધારે cctv જોતા ઇસ્કોન ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ મહિલા દેખાતા પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવતા ગુમ થયાના ૭ દિવસ પછી બાળકી જુહાપુરા વિસ્તારમાં રહેતી એક નગમા નામની મહિલાના ઘરેથી મળી આવી હતી. ત્યારબાદ આ મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

જયારે મહિલાને પૂછવામાં આવ્યું કે, તેણે આવું કેમ કર્યું તો તેને જણાવ્યું કે તેને લગ્નના ઘણા વર્ષ થઇ ગયા છે પણ હજુ સુધી કોઈ બાળક ન હતું માટે તે આ બાળકીને પોતાના ઘરે લઇ ગઈ હતી. બાદમાં આ અમ્હીલાને સમજાવ્યું કે, માતા બનવા માટે બીજી માતાને દુઃખી કરવી એ ખુબ જ ખોટું કહેવાય. ૭ દિવસ પછી બાળકી હેમખેમ મળી જતા માતા પિતાના મોઢા પર ખુશી પછી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *