આ વિદ્યાર્થીઓ સતત વાંચનથી જ નહિ પરંતુ રમતગમતમાં આગળ વધી બોર્ડમાં લાવ્યા 99.95 PR

ગઈ કાલે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 60.64 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ નંબરે આવ્યો છે. સુરત શહેર બોર્ડનું પરિણામ 74.66 ટકા છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. અને સારા પરિણામ આવાવથી ઘણા વાલીઓ પણ ખુશ છે. સુરત શહેરની જેમ વિવિધ શહેરોમાં પણ વિદ્યાથીઓએ મહેનત કરી સારા ગુણ પ્રાપ્ત કર્યા છે.

ઘણા વિદ્યાર્થીઓએ A1 લાવવા માટે ખુબ મહેનત કરી હતી. દરરોજ 10 થી 16 કલાક સુધીનું વાંચન કરી કરી પોતે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. અને અમુક વિદ્યાર્થીઓ ખુબ મહેનત કરવા છતાં થોડા માર્ક્સ માટે A2 માં આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જેઓ રમતગમતમાં આગળ રહીને પણ સારા માર્ક લાવ્યા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષા નું પરિણામ ગઈકાલે જ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શહેરના વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી ઉત્તીર્ણ થયા છે. વિદ્યાર્થીઓએ ભણતરની ચરમસીમા સુધી પહોંચવા માટે એમના શોખને પણ જીવંત રાખ્યાં હતાં. સતત અને અવિરત મહેનત કરવા માટેની તાકાત વિદ્યાર્થીઓએ તેમના શોખમાંથી લીધી હતી તેમ તેમણે જણાવ્યુ હતું.

ભરવાડ રાહુલ, PR: 99.95, શાળા: ઉત્કર્ષ વિદ્યાલય

ભરવાડ રાહુલે જણાવતા કહ્યું હતું કે, “મારા પિતા શિક્ષક છે અને માતા હાઉસવાઈફ છે. દસમા ધોરણ પછી મેં આર્ટ્સ લીધું છે અને ભવિષ્યમાં UPSC અને GPSCની પરીક્ષા આપીને IAS ઓફિસર બનવું છે. અભ્યાસ કરતી વેળા એકાગ્રતા રાખવી ખૂબ જ જરૂરી છે. મને વોલીબોલ રમવાનો ખૂબ જ શોખ છે અને સ્ટેટ લેવલ ચેમ્પિયન રહી ચૂક્યો છું. ત્યારે વોલીબોલે મને અભ્યાસની મહેતનમાં ખુબ મદદ કરી, ફ્રેશ થવા હું વોલીબોલ રમતો હતો.”

નીરજા શેલત, PR: 99.94, શાળા: જય અંબે વિદ્યાલય, હરણી

નીરજા શેલતે જણાવતા કહ્યું હતું કે, “મારા માતા હાઉસવાઈફ અને પિતા કમ્પ્યુટર સોફ્ટવેર ડિઝાઇનર છે. મારે મોટા થઈને ઇજનેર બનવું છે. હું અભ્યાસ કરતી વખતે ઉજાગરા કરતી ન હતી, વહેલી ઊઠીને વાંચતી હતી. મને સ્વિમિંગનો ખુબ શોખ છે, હું સ્ટેટ ચેમ્પિયન બની છું અને નેશનલ લેવલ પર પણ ભાગ લીધો છું. સાથે ભરતનાટ્યમ કરવાનો પણ શોખ છે. માટે અભ્યાસ માટેની સ્ટ્રેન્થ મેળવવા માટે હું હંમેશા સ્વિમિંગ અને ભરતનાટ્યમ કરતી હતી.”

સ્મિત શાહ, PR: 99.96, અટલાદરા

સ્મિત શાહે જણાવતા કહ્યું હતું કે, “મારા પિતા એન્જીનીયર છે અને માતા હાઉસવાઈફ છે. હું કોમ્પ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કરવા IIT જઇશ. કેટલો અભ્યાસ કર્યો તે મહત્વનું નથી પરંતુ એક લક્ષે અભ્યાસ કરવો યોગ્ય છે, જે સમજીને અભ્યાસ કરતો હતો. વર્ષ દરમિયાન મેં દરેક તહેવારની ઉજવણી કરી છે અને મારા શોખને સમય આપ્યો છે. ભણવા સાથે માઈન્ડ ફ્રેશ કરવા માટે મેં રોજ ગિટાર વગાડ્યું છે.”

જિયા પંચાલ, PR: 99.89, શાળા: સંત કબીર સ્કૂલ

જીયા પંચાલે જણાવતા કહ્યું હતું કે, “મારા માતા-પિતા ડોકટર છે અને તે બંને મારી પ્રેરણા છે. મારે ન્યુરો ફિઝિશિયન બનવું છે. અભ્યાસ માટે મેં રૂમમાં બોર્ડ પર નોટ્સ લગાવી હતી. જ્યારે ધ્યાન જાય ત્યારે ફોર્મ્યુલા રિવાઇઝ કરી લેતી. હંમેશા ટાઇમટેબલ પ્રમાણે જ અભ્યાસ કર્યો છે. સતત અભ્યાસ જ મારો ધ્યેય હતો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *