ભાજપમાં જોડાતા વેત હાર્દિકે પાટીદારોને આપી દીધો લોલીપોપ- બે મહિના થઇ ગયા છતાં એકને પણ નોકરી નથી અપાવી

ગુજરાત(Gujarat): અમે તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)નાં 7 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે. 25 ઓગસ્ટ, 2015ના રોજથી આક્રમક મોડમાં આવેલા…

ગુજરાત(Gujarat): અમે તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)નાં 7 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે. 25 ઓગસ્ટ, 2015ના રોજથી આક્રમક મોડમાં આવેલા આ આંદોલનને કારણે પહેલા 9 અને બાદમાં કુલ 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાટીદાર અનામતની માગ સાથે આંદોલનની શરૂઆત કરનારો વ્યક્તિ હાર્દિક પટેલ(Hardik Patel) પણ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયો છે. એક એવો નેતા બની ગયો છે કે, જેની બોલી પર હવે કોઈ વિશ્વાસ કરવા તૈયાર જ થતું નથી.

આપણે સૌ જાણીએ છીએ કે, ક્રમશ: રીતે હાર્દિક પટેલ એક સામાન્ય યુવાનમાંથી અનામત આંદોલનના નેતા, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને હવે ભાજપના નેતા બની ગયા છે, પરંતુ એ પાટીદાર અનામત આંદોલનમાં પોતાના જીવ ગુમાવનારા યુવાનોના પરિવારજનોની જિંદગી જ થંભી થઈ ગઈ છે અને એ પરિવારો તો હજુ પણ ત્યાંના ત્યાં જ છે. પોતાના લાડકવાયા દીકરાને ખોનારા પરિવારજનોની મનોદશા શબ્દોમાં પણ વર્ણવી શકાય તેમ નથી.

અનામત આંદોલનના નામે રાજકારણ રમીને 14 યુવાનની હત્યા કરવાના આક્ષેપો સાથે ભાજપમાં જોડાતી વખતે હાર્દિક પટેલે આપેલાં વચન અને વાયદા પર તે આજે પણ ખરો ઊતરી શક્યો નથી. ભાજપમાં જોડાવાના બે મહિના બાદ પણ મૃતક પરિવારો માટે કોઈ કામ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યા નથી. જાણે કે મૃતક પરિવારોને ભૂલી જ ના ગયો હોય.

અમે તમને જણાવી દદઈએ કે, હાર્દિક પટેલે આ સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોતને ભેટનારા પરિવારજનોને નોકરી અપાવવાનું એક વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, આંદોલન દરમિયાન અમારા સાથી યુવાનોના જે મૃત્યુ થયાં હતાં તેમને મદદ મળે તેવા પૂરા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે. વધુમાં હાર્દિક પટેલે જણાવતા કહ્યું હતું કે, અમે મિત્રોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી સરકારી નોકરી ના મળે ત્યાં સુધી આગામી બે મહિનાની અંદર તમામ મૃતક પરિજનોને વૈકલ્પિક નોકરીની વ્યવસ્થા કરીશું.

સાથે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને પણ મદદ કરવા માટે રજૂઆત કરવામાં આવશે. સરકારે મૃતક પરિવારોને સંપૂર્ણપણે આર્થિક મદદ કરી છે. પછી તે 10 ટકા અનામત હોય, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, પરંતુ અમુક લોકો એવા છે જે કોંગ્રેસના ખોળામાં બેસીને સમાજના નામે રાજકારણ કરી રહ્યા છે, સમાજને ગુમરાહ કરે છે તેવા લોકો માટે મારા દ્વારા આ વાત રાખવામાં આવી છે.

મૃતક શ્વેતાંગ પટેલનાં માતાએ ઠાલવી પોતાની હૈયાવરાળ:
જણાવી દઈએ કે, અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતો અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોતને ભેટનારા શ્વેતાંગ પટેલનાં માતા પ્રભાબેન પટેલે હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે હાર્દિક પટેલ અગાઉ કઈ પાર્ટીમાં હતા? અને હાલ ક્યાં પહોંચી ગયા છે ? જેને ગાળો ભાંડતા હતા એના જ ખોળામાં જઈને હાર્દિક બેસી ગયા છે. આંદોલને મારા દીકરાને લઈ લીધો અને અમારા ઘડપણની લાકડી પણ છીનવાઈ ગઈ. આંદોલન ના થયું હોત તો આજે મારો દીકરો જીવતો હોત. હવે તો અમારો વંશ પૂરો થઈ ગયો. અમારી સેવા કરે તેવું કોઈ રહ્યું નથી અને હાર્દિક પટેલ પર તો જરા પણ વિશ્વાસ રહ્યો નથી. મારા પતિ પથારીવશ છે અને મેં કેન્સરનું ઓપરેશન કરાવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *