માં મોગલની કૃપાથી બ્રાહ્મણ પરિવારને મળી ગયો ખોવાયેલો સોનાનો ચેન, માનતા પૂરી થતા…

દેવોની ભૂમિ ગણાતા ભારત દેશમાં સેંકડો લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખીને તેમની પૂજા અર્ચના કરતા હોય છે. અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં વ્યક્તિની કીમતી વસ્તુઓ ખોવાઈ જતા તેઓ તેમના કુળદેવી પાસે માનતા માને છે. હાલ આવા જ એક વ્યક્તિએ દોઢ તોલાના સોનાના ચેન ખોવાતા માં મોગલ ની માનતા માની હતી. માનતા માન્યા ના ગણતરીના દિવસોમાં જ સોનાનો ચેન આ બ્રાહ્મણ દંપતીને પરત મળ્યો હતો.

ગુજરાતના કચ્છ સ્થિત કબરાઉ ધામમાં મણીધર બાપુના સ્વરૂપમાં મા મોગલ સાક્ષાત બિરાજમાન છે. અહીંયા દરરોજ સેકડો લોકો પોતાની ઈચ્છા અને માનતાઓ લઈને આવતા હોય છે. અહીં આવનારા દરેક શ્રદ્ધાળુનું કહેવું છે કે, ગમે તેવી ઈચ્છા કે માનતા હોય મણીધર બાપુના એક વચનથી દરેક માનતાઓ પૂરી થાય છે.

વડોદરાનું એક બ્રાહ્મણ દંપતીને ખોવાયેલો સોનાનો ચેન પરત મળતા મણીધર બાપુના ચરણે ભેટ અર્પણ કરવા આવી પહોંચ્યા હતા. દક્ષિણા રૂપે મા મોગલના ચરણે આ સોનાનો ચેન અને ૫૦૦૧ રૂપિયા ચડાવવા આવ્યા હતા. વડોદરાનું આ દંપતિ બ્રાહ્મણ પરિવારના હતા. મણીધર બાપુએ સોનાનો ચેન અને રૂપિયા તેમને પરત આપી આશીર્વાદ આપ્યા હતા.

મણીધર બાપુ તેમને જણાવે છે કે, આ દીકરીને દોઢ તોલાનો ચેન માં મોગલ એ પરત કર્યો, તમને વિશ્વાસ હતો એટલે આ ચેન પરત આવ્યો. આ કોઈ ચમત્કાર નથી. વધુમાં દંપતિને જણાવતા કહે છે કે, દવા અને દુઆ… કોઈ અંધશ્રદ્ધામાં ન પડતા. અને અંતમાં કહ્યું, દીકરીઓને આપવાથી માં મોગલ ખૂબ રાજી થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *