લોકડાઉનને કારણે અટવાયેલા પરપ્રાંતીઓ માટે હાર્દિક પટેલ બન્યો મસીહા, જાણો શું કર્યું ?

૨૧ દિવસના લોકડાઉન ને કારણે અન્ય રાજ્યોના કેટલાક શ્રમિકો ગુજરાતમાં અટવાયા છે. ત્યારે ગુજરાતના સ્થાનિક સેવાભાવી સંગઠનો તેમજ સરકાર દ્વારા આવા સમયે શ્રમિકો અને જરૂરીયાતમંદોને…

૨૧ દિવસના લોકડાઉન ને કારણે અન્ય રાજ્યોના કેટલાક શ્રમિકો ગુજરાતમાં અટવાયા છે. ત્યારે ગુજરાતના સ્થાનિક સેવાભાવી સંગઠનો તેમજ સરકાર દ્વારા આવા સમયે શ્રમિકો અને જરૂરીયાતમંદોને બે ટંકનું ભોજન મળી રહે તે માટે રાશન કીટ તેમજ ભોજન તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક આવા કેટલાક શ્રમિકો સુધી હજુ પણ રાશન કીટો કે જરૂરી સામગ્રી ન પહોંચી હોવાનું પણ બહાર આવ્યું છે.

તાજેતરમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં મૂળ બિહારના અને હાલમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે પોટરિંગ નું કામ કરીને પોતાનું પેટિયું રળતા 100 જેટલા લોકો સુધી કોઈ સહાય પહોચી ન હતી. જેથી આ શ્રમિકોના એક અગ્રણી રામદુલારે બિહાર વતનમાં તેમના નેતાજી અનિલ કુમારને ફોન દ્વારા જાણ કરી હતી.

જેથી બિહારના નેતાજી અનિલ કુમારે રામદુલાર ની વેદના અને વ્યથા સાંભળીને તરતજ ગુજરાતમાં રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને કોલ કરીને હકીકત અને પરિસ્થિતિની જાણ કરી હતી. જેથી હાર્દિક પટેલે ઉંઝાના પાટીદાર અગ્રણી ધનજી પાટીદારને કોલ કરીને શ્રમિકોની મુશ્કેલીનુ સમાધાન કરવાનું સૂચવ્યું હતું. જેથી ધનજી પાટીદારે સ્થાનિક લોકોની મદદથી આ શ્રમિકોને આશરે ૨૦ થી ૨૫ દિવસ સુધી ચાલી રહે એટલા અનાજ કારીયાણા ની વ્યવસ્થા કરી આપી હતી અને માનવતા મહેકાવી હતી.

હાલ કોરોનાને કારણે આખા વિશ્વમાં ભયનો માહોલ છે. દિવસે દિવસે કેસ વધતા જાય છે. આવી સ્થિતિમાં લોકડાઉન લંબાવાની પણ શક્યતા છે. ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ કે 5 મે સુધી લંબાઈ શકે છે. 11 એપ્રિલના રોજ પણ એક બેઠક યોજાશે. જેમાં પ્રધાનમંત્રી આ અંગે નિર્ણય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

1918માં આ બીમારીથી અમેરિકામાં અત્યારથી વધારે લોકોના મોત થયેલા: જાણો વિગતે અહિયાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *