બાળકી પર દુષ્કર્મ આચરનારને માત્ર 4 કલાકમાં સુરત પોલીસે ઝડપી પાડ્યો- જાણો વિગતો

લોકડાઉનની પરીથીતીમાં પણ નરાધમો સુધરવાનું નામ ન લેતા હોય તેમ ગઈકાલે સુરતના કતારગામ વિસ્તારમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. અશ્વિનીકુમાર રોડ પર…

લોકડાઉનની પરીથીતીમાં પણ નરાધમો સુધરવાનું નામ ન લેતા હોય તેમ ગઈકાલે સુરતના કતારગામ વિસ્તારમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. અશ્વિનીકુમાર રોડ પર આવેલા સ્મશાન ગૃહ નજીક ચાર વર્ષની બાળકીને અજાણ્યા નરાધમે ઉચકી જઈને દુષ્કર્મ આચર્યુ હતું. ઝાડી ઝાંખરામાં લઈ જઈને ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને પત્થરથી હાથ પર ફ્રેકચર કરી, ગુપ્ત ભાગે ઈજાઓ પહોચાડીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ આદરી દીધી હતી.

મૂળ બિહારનો વતની નિતેષ રામનરેશ સીંઘ રાજપુત એ દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી નાસી છૂટે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાંચ, SOG અને કતારગામ પોલીસની સર્ચ ટીમ એ ફોટો સુરતના તમામ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ ને મોકલી આપ્યા હતા જેને કારણે કાપોદ્ર વિતારમાંથી રાહુલ પાટીલ નામના ટ્રાફિક કોન્સ્ટેબલે આ આરોપીને ઓળખી લઇ તેની ધરપકડ કરાવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આરોપીને ઝડપી લેવા ડોગસ્કવોડ સાથે SOG, ક્રાઇમ બ્રાન્ચની ટિમો ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક CCTV મેળવી લઇ તેને પકડવા માટે ફોટો વાઈરલ કરાયા હતા. જેમાં સફળતા મળી હતી.

હાલ આરોપી નીતેશની ધરપકડ કરી વધુ તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી ગોહિલ કરી રહ્યા છે. આરોપી નીતેશ પર IPCની ધારા ૩૭૬(એ.બી.), ૩૬૩,૩૬૬,૩૨૫,૩૨૩,૩૭૭ તથા ધ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્ર્ન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨ ની કલમ ૪,૬,૮,૧૦,૧૨ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *