હાર્દિકે પટેલે ભાજપને નુકસાન ન થાય તે રીતે આંદોલન ચલાવવાની ડીલ કરી છે: દિનેશ બાંભણીયા

પાસના પૂર્વ કન્વીનર અને હાલમાં અલગથી પાટીદારો ની અનામતની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ પર મોટો ખુલાસો કરતી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, આજે હું અલ્પેશ કથીરિયાના જેલવાસ બાબતે કોન્ફરન્સ કરી રહ્યો છું. સમાજ અને આંદોલનકારીઓ તરફથી અલ્પેશને છોડાવવા માટેની કાર્યવાહી કરવામાં આવતી નથી. બે વર્ષના અંતે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિમાં અમે કેમ નબળા પડીએ છીએ તેના પુરવા પણ હું રજૂ કરીશ.

મુખ્ય વાત એ છે કે અલ્પેશ કથીરીયાને છોડાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી તમામ આંદોલનકારીઓ એક થઈને લડવા માટે તૈયાર છે પરંતુ ઘણા બધા આગેવાનો અને નેતાઓના રાજકીય રોટલા શેકવા માટે કાર્યક્રમો થતા નથી. ગુજરાતમાં તારીખ 15-11-2018 એટલે કે દિવાળીના સમય પછી હું સમગ્ર ગુજરાતમાં હું મૌન યાત્રા કાઢીશ અને હું ચાલતા ચાલતા નીકળીશ. આ મૌન યાત્રા કોઈ પણ રાજકીય એજન્ડા કે અનામત એજન્ડાની નથી. આ યાત્રા માત્ર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે છે. આ મૌન યાત્રા સુરતથી કાઢવામાં આવશે અને જ્યાં સુધી અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ નહીં થાય ત્યાં સુધી શરૂ રહેશે. આ યાત્રા કરવાનો નિર્ણય મને આજે સવારે હાર્દિક પટેલની ટ્વીટ પરથી આવ્યો છે.

હાર્દિક પટેલ પર ખુલાસો કરતા દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર સમાજના નામે અને અનામતના નામે હાર્દિકે જ્યારે ઉપવાસ આંદોલન કર્યા ત્યારે એક રાજકીય ષડ્યંત્રના ભાગરૂપે આ નાટક કરવામાં આવ્યું હતું. સમાજને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું હતું.

Loading...

ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો ના થાય, BJPને નુકસાન ન થાય, તે રીતે ત્રીજો ફ્રન્ટ ઉભો કરીને હાર્દિક દ્વારા અનામતનો મુદ્દો ભૂલી ફક્ત મહત્ત્વાકાંક્ષા મુજબ કાર્યક્રમો કરવા માટે ડીલ થઈ છે.

શું કહ્યું દિનેશ બાંભણીયાએ??

હાર્દિક ના ઉપવાસ અલ્પેશ ને છોડાવવા માટે નહીં પણ પોતાના કદ ને વધારવા માટે હતું. હાર્દિકના થતા કાર્યક્રમો અલ્પેશ માટે નથી થતા એટલે જ અલ્પેશના ફોટો કે નામ નો ઉલ્લેખ નથી થતો.

હાર્દિકના ઉપવાસ નાટક છે. હાર્દિક રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે કાર્યક્રમ કરે છે. હું અલ્પેશની મુક્તિ માટે સમગ્ર ગુજરાતમાં મૌન યાત્રા કાઢીશ. હાર્દિક અનામતનો મુદ્દો ભૂલી ગયો. હાર્દિક થોડા દિવસ પહેલા બેંગ્લોરના જિંદાલ નેચરોકેર સેન્ટરમાં ગયો હતો, તેમાં તેના મસાજનો ખર્ચો 50000 થયો છે, જે બ્રિજેશ કમાણીએ ચૂકવ્યો હતો. તે હાર્દિકના સાથીમિત્ર છે. દિનેશ બાંભણીયા એ હાર્દિકે કરાવેલા 7 તારીખના બુકીંગ ની સ્લીપ પણ રજુ કરી હતી.

બેંગ્લોરનો સારવારનો ખર્ચ હાર્દિકનો 3.60 લાખ થયો છે. હાર્દિકે ઉપવાસ ચાલુ હતા ત્યારે જ સારવાર માટે બૂકિંગ કરાવ્યું હાર્દિકને કેમ ખબર પડી કે તેના સારવાર માટે જવું પડશે. JDUના મહામંત્રી પ્રશાંત કિશોર સાથે હાર્દિકે સોદાબાજી કરી હતી. હાર્દિકે મસાજના 50000 ચૂકવ્યા છે, JDU ના ઉપ્રમુખ પ્રશાંત દયાળ સાથે થઇ રહી છે વાતચિત્ત, હાર્દિકના ખર્ચ અત્યારે ભાજપના સંગઠન NDA નો ભાગ એવા JDU ના નેતાઓ ઉઠાવે છે. હાર્દિક નો આ થેરાપી સેન્ટરમાં ગરબા ની મોજ માણતો વિડીયો પણ જાહેર કરાયો હતો

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.