કોંગ્રેસમાં જેની ઠુમ્મર ને પ્રમુખ ન બનાવાય એતો પુરુષો સાથે… હાર્દિક પટેલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર- વરિષ્ઠ પત્રકાર ડૉ હરી દેસાઈ

ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી ગતિવિધિ ખૂબ ગરમાટો પેદા કરી રહી છે, દિવસે ને દિવસે કોંગ્રેસ મજબુત થતી જણાય છે.જ્યારથી જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ…

ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી ગતિવિધિ ખૂબ ગરમાટો પેદા કરી રહી છે, દિવસે ને દિવસે કોંગ્રેસ મજબુત થતી જણાય છે.જ્યારથી જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે, ત્યારથી કોંગ્રેસ ગુજરાતમાં એક્ટિવ થઇ રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યા છે, એક તરફ પાટીદાર નેતાશ્ નરેશભાઇ પટેલ કોંગ્રેસમાં આવવા માટે સજ્જ થઇ રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલના પેટમાં તેલ રેડાયું તેવા અણસાર દેખાઇ રહ્યા છે.

કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ નો ભૂતકાળ કોંગ્રેસમાં થોડો વિવાદિત રહ્યો છે, વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના મુદ્દે પણ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. કહેવાય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ ની ભલામણ થી જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી, તેમાંથી ૬૫ ટકા ઉમેદવારો હાર્યા છે, બે ત્રણ ઉમેદવારોએ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. ત્યારે હવે જ્યારે નરેશ પટેલ જોડાઈ રહ્યા છે ત્યારે આંતરિક જૂથવાદ મુદ્દે હાર્દિક પટેલ આગળ આવ્યા છે.

ગત ડિસેમ્બર માસમાં જ્યારે અમદાવાદ ખાતે પાટીદાર ધારાસભ્યોની એક મિટિંગ બોલાવવામાં આવી હતી, અને સર્વાનુમતે નક્કી થયા મુજબ નરેશ પટેલ કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસને ખૂબ જ ફાયદો થશે.અને જીતવું સરળ બની જશે,તેઓ દરેક ધારાસભ્ય અને કાર્યકર્તા સ્વીકારી લીધું છે. પણ આ મિટિંગમાં હાર્દિક પટેલ કે જેવું પોતે માની રહ્યા છે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવવાથી પોતાની રાજકીય દુકાન બંધ થઈ જશે. અને પોતાના રાજકીય કારકિર્દી મા પછડાટ આવશે તેવું તેઓને લાગી રહ્યું છે. જેથી તેઓ હવે બંધ બારણે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે, અને અફવાઓનું માર્કેટ પણ ખૂબ ગરમ રાખી રહ્યા છે.

અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે જેનીબેન ઠુંમર નું નામ પણ ચર્ચા માં હતું. ત્યારે હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસનાં હાઈ કમાન્ડ  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં હાર્દિકજણાવી રહ્યા છે કે, જેનીબેન ઠુંમર મહિલા પ્રદેશ પ્રમુખ પદને લાયક નથી તેઓ પુરુષો સાથે હાથ મિલાવે છે અને વાતો કરે છે જે યોગ્ય નથી.

હાર્દિક પટેલ આવા પાયાવિહોણા અને ફાલતુ આક્ષેપો પત્ર દ્વારા લખીને હાઇકમાન્ડ સુધી પહોંચતા કર્યા છે,જે દર્શાવી રહ્યું છે કે હાર્દિક પટેલને પોતાના સમાજના અને પોતાના પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ આગળ આવે તે સહેજે ગમતું નથી. એમને હંમેશા પોતાની દુકાન બંધ થવાનો અને લોકો સત્ય જાણી જશે તેવો ભય દેખાઈ રહ્યો છે.

આ પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સામે સવાલો ઉઠાવવામા આવ્યા છે.

વિશ્વ વિખ્યાત રાજકીય વિશેશલક પ્રશાંત કિશોરના કોંગ્રેસ હાઈકમાન્ડને જણાવ્યા મુજબ નરેશ પટેલના કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસ ને ખૂબ ફાયદો થશે.અને જીત સરળ બનશે આ નિવેદન અંગે હાર્દિકએ પ્રશાંત કિશોર જુઠ્ઠો અને ફાલતુ માણસ હોવાનું નિવેદન આપ્યું છે, અને પોતાનો જ કક્કો સાચો રાખવામાં તેઓ રચ્યા પચ્યા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *