ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)થી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે(Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપ(BJP)નો કેસરિયો ધારણ કરી લીધો છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil)ની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છે. પરંતુ આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા ન હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલને ટોપી પહેરાવીને ભાજપના સ્વાગત કર્યું હતું.
હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું કે…
હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી(Narendra Modi)ના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.
18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું:
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમનું આ પગલું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિ અંગે ઉગ્ર વાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.