જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) માં આંતકીઓ (Terrorists) તથા સુરક્ષા દળો વચ્ચે ચાલેલ કલાકોની અથડામણમાં કપડવંજના વણઝારીયા ગામનો 25 વર્ષનો આર્મી જવાન શહીદ થયો હતો. હજુ 2 જ દિવસ અગાઉ આર્મી જવાનનો પાર્થિવદેહ વતનમાં લવાતાં ભારે ગમગીની છવાઇ હતી. જવાનના અંતિમયાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી હતી.
અંદાજે 2 કીમી જેટલી લાંબી લાઈનો લાગી ચૂકી હતી. જ્યારે આર્મી જવાન હરિશસિંહને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે આજે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા CMને શહીદ જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાની રકમ તેમજ વારસદારને સરકારી નોકરી આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે.
હાર્દિક પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી સાહેબ, તમારી જાણમાં જરૂરથી હશે કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલ અથડામણમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ વણઝારીયા ગામના સેનાના જવાન હરીશભાઈ પરમારે શહીદી વહોરી લીધી છે ત્યારે એક બાજુ અમને ગર્વ છે કે, હરીશભાઈએ ભારતમાતાની રક્ષા અર્થે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું પણ બીજી બાજુ તેમના મૃત્યુનું દુઃખ પણ રહેલું છે.
શહીદના પરિવારને તાબડતોબ કરોડ રૂપિયાની મદદ કરો:
હરીશભાઈ ફક્ત 25 વર્ષના હતા તેમજ પોતાના પિતાના મોટા પુત્ર હતા, નાનો ભાઈ હજુ અભ્યાસ કરી રહ્યો છે તેમનો પરિવાર આર્થિક રૂપથી સઘ્ધર નથી તેમજ હવે તો તેમનો એકમાત્ર આધાર પણ છીનવાયો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી મારું નિવેદન છે કે, શહીદના પરિવારને તાબડતોબ કરોડ રૂપિયાની મદદ રાશિ તથા તેમના કોઈ એક વારસને સરકારી નોકરી આપવામાં આવે.
શહીદોના પરિવારને યોગ્ય સન્માન આપવામાં આવે:
પુલવામા હુમલા પછી મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં શહીદ જવાનના પરિવારને આ સમયના CM કમલનાથે એક કરોડ રૂપિયાની મદદ રાશિની ઘોષણા કરી હતી. દેશમાં આવા કેટલાક ઉદાહરણ છે કે, જ્યારે આપણી સેનાના જવાનો દેશની રક્ષા અર્થે પોતાના પ્રાણોનું બલિદાન આપે તો શું સરકારની આ જવાબદારી નથી બનતી કે, સર્વોચ્ચ બલિદાન પછી તે શહીદોના પરિવારને યોગ્ય સન્માન આપે તેમજ તેમનું ધ્યાન રાખે.
ગુજરાતની જનતા તરફથી અમારી માંગ રહેલી છે કે, હરીશભાઈના પરિવારને તાબડતોબ 1 કરોડ રૂપિયાની મદદ તેમજ તેના કોઈ એક વારસને સરકારી નોકરી આપવામાં આવે. એવી આશા રહેલી છે કે, આપની સરકાર શહીદને આ સન્માન આપવામાં મોડું ન કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.