સુરતમાં પોલીસ માટે કામ કરતા માણસો જ ખુલ્લેઆમ દારુ પીતા પકડાયા- જુઓ વાયરલ વિડીયો

આમ જોવા જઈએ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પણ અહીંયા તો દારૂ જાહેરમાં વેચવાની સાથે પીવાય પણ છે. આ દરમિયાન પોલીસ દ્વારા કોઈ કામ માટે રાખવામાં આવેલ બે રીક્ષા ચાલકોનો જાહેરમાં દારૂની મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે.

જયારે દારૂ વેચાણ કરતા હોય અને પિતા પણ હોય તેવા લોકોને પકડી પાડવાની સતા પોલીસને આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ થાય છે અને પીવાય પણ છે. આ અનેક વખત સાબિત થઇ ચુક્યું છે તેમ છતાં ફરી એકવાર જાહેરમાં દારૂ પીવાતો હોવાનો વિડીયો વાઇરલ થતા હોબાળો મચી જવા પામ્યો છે.

આ વખતે સામાન્ય માણસ દારૂ પીતો હોય તેવો વિડીયો વાઇરલ નથી થયો પણ પોલીના કામ માટે અને ગેરકાયદેસરના વેપારવાળા પાસે રૂપિયાની ઉગરાણી કરતા રીક્ષા ચાલક જાહેરમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાઇરલ થતા પોલીસ બેડામાં ઘણા સવાલો ઉભા થયા છે.

જાણવા મળ્યું છે કે, સુરતના કતારગામ પોલીસ મથકમાં ડી સ્ટાફ માટે રીક્ષા ચલાવતા જય મારુ નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. તેની સાથે બીજો પણ રિક્ષાવાળો જોવા મળે છે. જે ખુલ્લેઆમ જાહેરમાં બીયર પીતા દેખાઈ આવે છે. જયારે પોલીસ રેડમાં જાય ત્યારે આરોપીને લાવવા માટે આ રીક્ષાની મદદ લેવાતી હોય છે.

આ દરમિયાન રીક્ષાવાળા પણ પોતાને પોલીસ સમજીને બેફામ બનતા હોય છે. અને તેઓ નિયમો તોડે તો તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે તેવા ફાંકા મારતા હોય છે. પોલીસ દારૂ પીધેલા લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલતી હોય છે ત્યારે તેમના ખાસ ગણાતા રીક્ષાવાળા જાહેરમાં દારૂનું સેવન કરી નિયમો તોડતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વીડિયો સાબિત કરે છે કે, ગુજરાતમાં દારૂનું વેચાણ થાય છે અને જાહેરમાં પીવાય પણ છે. જાણવા મળ્યું છે કે, આ રીક્ષા ચાલકે આ વીડિયો જાતે બનાવી વાઇરલ કર્યો છે. આ દરમિયાન હવે જોવાનું એ રહ્યુ છે કે, આ રીક્ષા ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે છે કે આખો મામલો સંકેલી લે છે.

આ રીક્ષા ચાલક આધિકારીની સેવામાં 24 કલાક હાજર રહેતો હોવાને લઈને તેનું કોઈ કઈ ના બગડી શકે તેવો તેને વહેમ હોય એ રીતે ખુલ્લેઆમ દારૂ પીતો વીડિયો વાયરલ કર્યો છે. હવે દારૂ પીને છટકા બનેલા આ રીક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કયારે અને કેવી રીતે કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *