હાર્દિક પટેલે આપ્યું ભગવાન રામને લઈને મોટું નિવેદન, જાણો વિગતો…

હાલમાં ઉત્તર પ્રદેશમાં શહેરો ના અને રેલવે સ્ટેશન ના નામો બદલવાનો ક્રેઝ ચાલી રહો છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં ઈલાહાબાદ અને ફૈઝાબાદ જિલ્લાનુ…

હાલમાં ઉત્તર પ્રદેશમાં શહેરો ના અને રેલવે સ્ટેશન ના નામો બદલવાનો ક્રેઝ ચાલી રહો છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં ઈલાહાબાદ અને ફૈઝાબાદ જિલ્લાનુ નામ બદલ્યુ છે. પાર્ટીના નેતા કેટલાક બીજા શહેરોના નામ બદલવાની માગ કરી રહ્યા છે. આ દરમ્યાન પાસ નો નેતા હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે ત્યારે તેના એક નિવેદનને ભારે ચર્ચા જગાવી છે. હાર્દિક પટેલે ઉત્તરપ્રદેશના એક કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, હિન્દૂ મહાસભાના ચક્રપાણિ વગેરે ની હાજરીમાં આ નિવેદન કર્યું હતું.

આ મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધતા પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યુ કે જો નામ બદલવાથી દેશ સોને કી ચિડીયા બનતો હોય તો પછી 125 કરોડ લોકોના નામ રામ રાખી દેવા જોઈએ.

દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. નેતાઓ નામ અને મૂર્તિઓની પાછળ પડ્યા છે. ઉત્તર પ્રદેશમાં બેરોજગારીની સમસ્યા ઘણી વધારે છે. યુવા વર્ગ રોજગારીની અછતના કારણે ભટકી રહ્યા છે.

રામ મંદિર વિશે હાર્દિક પટેલે કહ્યુ, રામ મંદિર ભાજપ માટે વોટ બેન્કનો મુદ્દો છે. અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો પરંતુ અહીં તેમનુ મંદિર બન્યુ નહીં. ગુજરાતના દરેક ગામ ઘરમાં રામ મંદિર છે. હાર્દિકે સ્પષ્ટ કહ્યુ કે ભાજપ મંદિરનો મુદ્દો જાણી જોઈને ઉછાળે છે. CBI વિવાદ, રાફેદ ડીલ, RBI અને બેરોજગારી જેવા મુદ્દા પરથી ધ્યાન ભટકવા માટે ભાજપની પાસે રામ મંદિરનો મુદ્દો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *