કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં થયો રાજકીય ભૂકંપ, મુખ્યમંત્રી ઠાકરે કર્યું આ કામ- જાણો વિગતે

કોરના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉનનો માહોલ છે, તેમ છતાં દિવસે ને દિવસે કોરોનાની સંખ્યામાં બમણો વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસે દેશમાં સૌથી વધુ…

કોરના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉનનો માહોલ છે, તેમ છતાં દિવસે ને દિવસે કોરોનાની સંખ્યામાં બમણો વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસે દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર રાજ્યને પ્રભાવિત કર્યું છે. સમગ્ર દેશની વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સૌથી વધુ ફેલાયો છે. મહારાષ્ટ્રમાં સતત કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. અને આવા સમયે કોરોનાથી લોકોના મોતની સંખ્યામાં પણ ભારે વધારો થઇ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે હવે એવી માહિતી મળી છે કે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તાત્કાલિક ધોરણે સહયોગી પાર્ટીઓની બેઠક બોલાવી છે.

ખરેખર, ગઈકાલના રોજ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ જણાવતા કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં “ડિસિઝન મેકર્સ” નથી. આ નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ખડબડાટ મચી ગયો હતો. આ કારણે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી તાત્કાલિક ધોરણે સહયોગી પાર્ટીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી.

જો કે, શિવસેનાના મુખપત્ર સામનાએ બુધવારના રોજ તેના સંપાદકીયમાં લખ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર સ્થિર છે. શિવસેનાનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે એનસીપી શરદ પવારે પહેલા રાજ્યપાલ બીએસ કોશ્યારી અને પછી સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળ મંડરાવવાની ખબરો વહેતી થઈ હતી. સાથે-સાથે સંપાદકીયમાં જણાવતા કહ્યું કે શરદ પવાર અને સંજય રાઉતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી તેમને કોરોના મહામારી સામે લડવા માટે લેવામાં આવેલ પગલા અંગે માહિતી આપી.

તેદરમિયાન શરદ પવાર ઘણી વખત ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. સંપાદકીયમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં આ બેઠકો નિયમિત અને સ્થિર છે. આ સિવાય સંપાદકીયમાં બીજેપીને આડે હાથ લેતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની વાત કરતા એવા લોકોને ગુજરાતમાં એવી માંગ કરવી જોઈએ. જો તેમનામાં હિમ્મત હોય તો. રાજ્યપાલે એવી વિપક્ષી પાર્ટીઓ સામે કડક વલણ અપવનાવવું જોઈએ જે કોરોના મહામારીને લઈ રાજનીતિ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *