હાલમાં અમદાવાદમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિતમાં ઉમિયાની રથયાત્રા ફરી રહી છે ત્યારે આજે રથયાત્રા નો બીજો દિવસ હતો. ત્રણ દિવસના અમદાવાદની રથયાત્રા ના કાર્યક્રમનો આજે બીજો દિવસ ચાલી રહ્યો છે. માં ઉમિયાના રથનું પાટીદારોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું.પણ વસ્ત્રાલ માં રથ યાત્રા માં માહોલ તંગ ભર્યો થઈ ગયો હતો.
વસ્ત્રાલમાં વસ્તા પાટીદાર યુવાનો એ ઉત્સવ સોસાયટી પાસે પાસ કન્વીનર હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને સરદાર પટેલ ના બેનર સાથેનો ગેટ ઉભો કર્યો હતો અને સાથે પાટીદાર અનામત આંદોલન માં શહીદ થયેલ પાટીદાર યુવાનો ના બેનર સાથે ઉમિયા માં ના રથ નું સ્વાગત કરવા માટે ઉભા હતાં. પાટીદાર મહિલાઓ દ્વારા જય સરદાર જય પાટીદાર ની રંગોળી પણ બનાવવા માં આવી હતી. માં ઉમિયા ના રથ નું ફૂલો ના વરસાદ સાથે સ્વાગત કર્યું હતું.
આ દરમ્યાન ઉમિયામાતાના રથ માં બેસેલા ભાજપના આગેવાન ને જોઈને ઉશ્કેરાયેલ અક્ષય પટેલ એ , કે જે હાર્દિક પટેલની સાથે જોડાયેલો છે- આગેવાન ને શા માટે રથમાં બેઠા છો તેમ કહીને બોલાચાલી કરી હતી ત્યાર બાદ મામલો તંગ બન્યો હતો અને પાટીદાર યુવાનો રોષે ભરાઈને હલ્લો કર્યો હતો અને અભદ્ર ગાળાગાળી સાથે ધક્કામુક્કીના દ્રશ્યો દેખાયા હતા.
આ ઘટના બાદ રથ આગળ રવાના થઈ ગયો હતો પરંતુ હાર્દિક સમર્થકોનો રોષ અહીં ના અટક્યો અને ભાજપના નેતાઓએ લગાવેલા ઉમિયા માતા રથના સ્વાગતના બેનરો ફાડી નાખ્યા હતા. ત્યારબાદ હરકતમાં આવેલી પોલીસ એ અક્ષય પટેલ, ગીતા પટેલ સહિતના 9 પાસ કાર્યકરોની અટકાયત કરી હોવાનું પોલીસસુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.