હાર્દિકને હાશકારો: ધરપકડ થયા બાદ આ શરતે મળ્યા જામીન

પાટીદાર અનામત આંદોલન સમિતિનો અધ્યક્ષ અને હાલમાં કોંગ્રેસમાં કામગીરી કરી રહેલ Hardik Patel પર નોંધાયેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ એ પકડ વોરંટ કાઢ્યું હતું. અમદાવાદ સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલના જામીન અંગે સુનાવણી કરી હતી. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો પાંચ વાગ્યા સુધી અનામત રાખ્યો છે.

શું છે સમગ્ર ઘટના:

વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.

સેશન્સ કોર્ટે આગામી કેસની તારીખમાં હાજર રહેવાને લઇને જામીન મંજૂર કરતાં હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં હાજર રહેવાની બાહેંધરી આપી છે. હાર્દિકના વકીલે જણાવ્યું કે, બીજી વાર હાર્દિક પટેલ દ્વારા આવી ભૂલ નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં જામીન શરતોનું પાલન ન કરતા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અંગેની અરજી કરી હતી. જેને લઇને આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *