Harhar Gangeshwar Mahadev Mandir: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. ત્યારે દરેક શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં સ્વયંભૂ શિવલિંગ આવેલા છે. અને આ મંદિર સાથે પૌરાણિક કથાઓ(Harhar Gangeshwar Mahadev Mandir) પણ જોડાયેલી છે. અમે વાત કરી રહ્યા છે. બનાસકાંઠાના બાદરપુરા ગામનું હરહર ગંગેશ્વર મહાદેવ મંદિરની.
હરહર ગંગેશ્વર મહાદેવ મંદિર બનાસકાંઠામાં પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે બાદરપુરા ગામમાં આવેલું છે. અહીં ભકતોની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો મંદિરે દર્શન કરવાં માટે આવે છે. એક લોકવાયકા મુજબ ભારતમાં બે શિવલિંગ વાળા માત્ર બે જ મંદિર છે. એક તામિલનાડુમાં અને બીજુ બનાસકાંઠાના બાદરપુરા ગામે આવેલું છે. આ મંદિર સાથે ભક્તોની અનોખી આસ્થા જોડાયેલી છે.અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા બાદરપુરા ગામે હરહર ગંગેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર છે. આ મંદિરની એક વિશેષતા છે કે અહિં સ્વયંભૂ બે શિવલિંગ પ્રગટ થયેલા છે અને વર્ષોથી આ બંને શિવલિંગની પૂજા થાય છે. પર્વતોની ગિરિમાળાઓ વચ્ચે આવેલા હર ગંગેશ્વર મહાદેવના મંદિર સાથે ભાવિકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.
બાદરપુરાના ગ્રામજનો પણ મંદિરમાં વિશેષ આસ્થા ધરાવે છે. કહેવાય છે કે ગામમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ પહેલી કંકોત્રી મહાદેવના મંદિરે જ ચઢાવવામાં આવે છે. એટલુ જ નહીં ભક્તો અહીં માનતા પણ રાખે છે. માનતા પૂરી થયા બાદ ભક્તો મહાદેવના મંદિરે ગોળનો પ્રસાદ ચઢાવે છે. નિસંતાન દંપતીઓ પણ આ મંદિરે આવી માનતા માને છે અને ભગવાન હરહર ગંગેશ્વર મહાદેવ દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે.
બાદરપુરાના ગ્રામવાસીઓમાં મહાદેવ મંદિરને લઈને અનોખી માન્યતા છે. ગ્રામજનોનું કહેવું છે કે ભોળેનાથના આશીર્વાદથી ગ્રામજનો પર કોઈ આફત આવી નથી. તમને કહેવું છે કે વર્ષો પહેલાં રજાઓ અહીં શિકાર કરવા આવતા પણ તેમનાથી શિકાર થઈ શકતો નહીં કારણ કે અહીં મહાદેવનો આશીર્વાદ છે. દરેકે ગ્રામજનો ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. હરહર ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આ સાથે જ અને પર્યટકો પર્વતો ઉપર ટ્રેકિંગ પણ કરે છે.
પાંડવો અજ્ઞાતવાસ સમયે આ સ્થળ પર રોકાયા હતા
પર્વતોની ગોદમાં બિરાજમાન હરહર ગંગેશ્વર મહાદેવની સંબંધ પાંડવોની અજ્ઞાતવાસ યાત્રા સાથે પણ જોડાયેલી છે. ઘણા ઋષિ મુનિઓe આ સ્થળે તપશ્ચર્યા કરી છે. પાંડવો પણ તેમના અજ્ઞાતવાસ સમયે આ સ્થળ પર રોકાયા હતા. અને માતા કુંતા મંદિરની બાજૂમાં આવેલી પત્થરની ગાદી છે ત્યાં આરામ કરતા. પર્વતના એક પત્થર ભીમના પગનુ પણ નિશાન આવેલુ છે. બાદરપુરા ગામે આવેલા આ હરહર ગંગેશ્વર મહાદેવના મંદિરે અનેક ધાર્મિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App