પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો શુભ આરંભ થય ચુક્યો છે. નગરમાં દર્શન અને સેવા માટે દેશ-વિદેશના હરિભક્તો ઉમટી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પ્રમુખ સ્વામીનગરનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાર બાદ ટોઈલેટની મુલાકાત લઈ સૌ કોઈને ચોંકાવી ઉઠ્યા હતા. અને ત્યાર બાદ PM મોદીએ ફરી એક વાર સ્વચ્છતાનો સંદેશો આપ્યો. અને નગરમાં આવેલા ટોઈલેટની સ્વચ્છતા જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા.
આ નગરીની મુલાકાત માટે લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે તેથી ટોઈલેટની સાફ સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. તેથી 1100 જેટલા હરિભક્તો નગર અને ટોઈલેટની સાફ સફાઈની સેવામાં જોડાયા છે. USથી અહીં આવેલાં મોટેલના માલિક જેમનું નામ સુરેશભાઈ છે. USમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતાં જયેશભાઈ 8થી 12 કલાક ટોઈલેટની સાફ-સફાઇનું કામ કરી રહ્યા છે.
“હું દિવસના 8-12 કલાક ટોઈલેટ બાથરૂમની સાફસફાઇની સેવા કરું છું”
સુરેશભાઈ પટેલે જે મોટેલના માલિક છે. તેમને જણાવ્યું કે, “હું અમેરિકામાં મોટેલનો માલિક છું. અહીં પ્રમુખ સ્વામી મહોત્સવમાં સેવા અને ભક્તિ કરવા માટે આવ્યો છું, હું દિવસના 8-12 કલાક ટોઈલેટ બાથરૂમની સાફસફાઇની સેવા કરું છું. બાપને સ્વચ્છતા ખુબજ પ્રિય હતી અને તેથી જ અમે પણ પ્રમુખ સ્વામીના પગલે પગલે સ્વચ્છતામાં ધ્યાન આપીએ છીએ.”
“હું ટોઇલેટ બાથરૂમની સાફ સફાઈ કરું છું”
જયેશભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, “હું છેલ્લાં ત્રણ દિવસથી USથી અહીં આવ્યો છું, હું ત્યાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. આ મહોત્સવમાં હું 35 દિવસ મારી સેવા આપીશ. અત્યારે હું બપોરના ચાર વાગ્યાથી રાતના 11.30 વાગ્યા સુધી ટોઈલેટ બાથરૂમની સાફ સફાઇની સેવામાં જોડાયો છું”
“બાપાએ ખુદ ટોઈલેટ સાફ કર્યું હતું”
આપણે જાણીયે છીયે કે, પ્રમુખ સ્વામીનું જીવન શુદ્ઘ અને પવિત્ર હતું. તેમનો જીવન મંત્ર સ્વચ્છતા હતી. બાપા હોસ્ટેલમાં કે બીજે કઈ પણ જાય તો પહેલાં બધાં રૂમ અને ટોઈલેટ બાથરૂમ માં સ્વચ્છ છે કે, નહીં ચેક કરે. બાપા એકવાર આણંદ જતાં હતા ત્યારે તેમણે એક જગ્યાએ ટોઈલેટ સ્વચ્છ છે કે નહીં ચેક કરીયું અને જાતે જ તે ટોઈલેટ સાફ કર્યું હતું. આ વાત સાંભળીને હરી ભક્તોનું કહેવું છે કે, “અમારે પણ તેમના પગલે ચાલવું જોઈએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.