ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર- કહ્યું તમામ સ્કૂલમાં ફરજિયાત આ ભાષા ભણાવવામાં આવે, નહિતર…

ગુજરાત(Gujarat): પ્રાથમિક શાળામાં ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા અંગે ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, તમામ બોર્ડને ગુજરાતી ભાષામાં ભણાવવાનો ફરજિયાત નિયમ લાગુ પડે છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણવા અને ફરજિયાત કરવા અંગે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ છે. જેમાં હાઈકોર્ટે સરકારને જણાવતા કહ્યું હતું કે, ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણાવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો લાચારી શા માટે સરકાર બતાવી રહ્યું છે? વધુમાં હાઈકોર્ટે જણાવતા કહ્યું હતું કે, ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત પણે ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર દ્વારા અમલ કરાવવામાં આવે.

મહત્વનું છે કે, જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તે શાળા વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું હાઇકોર્ટે કહ્યું હતું. હાઈકોર્ટે સરકારને ટકોર કરીને જણાવ્યું હતું કે, માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે અને જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય અથવા તો અશક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર બાજુની રજુઆત કે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી 22 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સંકુલો અને જાહેર સ્થળોએ નામ, સૂચના, માહિતી કે દિશા- નિર્દેશો લખેલા હોય તે લખાણોમાં પણ હિન્દી- અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત પણે કરવાનો રહેશે. ત્યારબાદ હવે હાઇકોર્ટ દ્વારા પણ આ અંગે ટકોર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *