હરિધામ સોખડાના બે ફાડિયા- જાણો ક્યાં સ્વામીએ છોડ્યું સોખડા મંદિર અને…

ગુજરાત(Gujarat): હરિધામ સોખડા મંદિરમાં ગાડીપતીના વહિવટના વિવાદ બાદ સોખડાથી આજે પ્રબોધસ્વામી અને તેમના સમર્થકો સાધુ-સાધ્વીઓ પોલીસના રક્ષણ હેઠળ હરિધામ છોડી સામાન સાથે બહાર નિકળ્યા હતા. આ…

ગુજરાત(Gujarat): હરિધામ સોખડા મંદિરમાં ગાડીપતીના વહિવટના વિવાદ બાદ સોખડાથી આજે પ્રબોધસ્વામી અને તેમના સમર્થકો સાધુ-સાધ્વીઓ પોલીસના રક્ષણ હેઠળ હરિધામ છોડી સામાન સાથે બહાર નિકળ્યા હતા. આ દરમિયાન છેલ્લે બંને જૂથના સાધુઓ એકબીજાને પ્રેમથી મળ્યા હતા અને વિદાય લીધી હતી. મોદી રાત્રે બનેલી આ ઘટનાઓ વીડિયો હવે ઐતિહાસિક અને યાદગાર બની રહેશે.

સંતોએ આજે હરિધામ સોખડા મંદિર છોડી દીધું
હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ હરિધામ સોખડામાં ઉત્તરાધિકારી કોણ તેનો વિવાદ શરૂ થયો હતો. જેમાં એક તરફ પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી જૂથ આમને-સામને આવી ગયા હતા. ગુજરાત હાઇકોર્ટમાં ફાઇલ થયેલી હેબિયસ કોર્પસ બાદ આજે સવારે પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમની સાથે જનારા સાધુ અને સાધ્વીઓએ હરિધામ સોખડા મંદિર છોડી દીધુ હતું. તેઓ તમામ પોતાના સામાન સાથે જ મંદિરમાંથી બહાર નિકળ્યા હતા.

છૂટા પડતી વખતે એકબીજાને ભેટ્યા સંતો
હરિધામ સોખડામાંથી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી તેમજ તેમના સમર્થકો વચ્ચે ભલે વિવાદ હોય. પરંતુ, જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી છુટા પડતા હતા ત્યારે એકબીજાને ભેટ્યા હતા. સાથે જ બંને જૂથના સંતો એકબીજાને ભેટી તેમ જ છેલ્લા વંદન કરીને અશ્રુભીની આખે છૂટા પડ્યા હતા.

સાધ્વીઓ અને સંતો અમદાવાદ અને બાકરોલ જવા રવાના
વડોદરા કોર્ટમાંથી વીડિયો કોન્ફન્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુનાવણીમાં પ્રબોધસ્વામી અને તેમના સમર્થક સાધુ-સાધ્વીઓ તેમજ ભક્તો હાજર રહ્યા હતા. ગઈકાલે મોડીરાત્રે સુનાવણી પૂર્ણ થતાં પ્રબોધસ્વામી સાથે સંતો આણંદના બાકરોલ ખાતે તેમજ સાધ્વીઓ અમદાવાદ ખાતે બસમાં રવાના થયા હતા.

પ્રબોધ સ્વામી હરિધામ છોડતા હરિભક્તો ભાવુક થયા
સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થાના હરિધામની ગાદી માટે પ્રેમસ્વરુપસ્વામી અને પ્રબોધસ્વામી વચ્ચે બે જૂથ પડી ગયા હતા. જેને કારણે પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતો તથા સાધકોએ આજે હરિધામ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. હરિભક્તોએ જ્યારે પ્રબોધ સ્વામીને મંદિર છોડી નીકળતાં જોયા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.

200થી 250 જેટલા સંતો-સાધકોએ ભાવુક થઈને મંદિર છોડ્યું
મહત્વનું છે કે, યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વની આ લડાઇ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિવાદમાં ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરીધામમાં નિવાસ કરતાં 200થી 250 જેટલા સંતો-સાધકોએ સોખડા પ્રબોધ સ્વામીના જૂથોના હરિભક્તો ભાવુક થઈને સામાન સાથે મંદિર છોડ્યું હતું.

પ્રબોધ સ્વામી જૂથના સંતોએ ગોંધી રાખ્યા હોવાનો કર્યો હતો દાવો
હરિધામ સોખડા સંકુલમાં 400 સાધુ, સાધ્વી અને સેવકોને ગોંધી રાખવામાં આવ્યાં હોય તેમને મુક્ત કરાવવા માટે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવતાં આજે તેની વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટના આદેશ મુજબ 60 સાધુ સહિત કુલ 179 વ્યક્તિઓને વી.સી. દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતા. બન્ને પક્ષે દલીલો થયા બાદ હાઇકોર્ટે તમામ સાધુઓને બાકરોલ મંદિરમાં રહેવાનો જ્યારે 100 બહેનો અને 50 જેટલા સેવકોને અમદાવાદ ખાતે નિર્ણયનગર સ્કુલમાં રહેવાનો વચગાળાનો આદેશ કર્યો હતો.

હાઇકોર્ટે બન્ને પક્ષને સમાધાન કરવું જોઇએ તેવી ટકોર કરતાં બન્ને પક્ષે તેઓ ભવિષ્યમાં કોઇને મધ્યસ્થિ રાખીને મિટિંગ કરશે જણાવ્યું હતું.હાઇકોર્ટના આદેશ બાદ આજે બે તબક્કમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અઢી વાગે સુનાવણીનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો અને તેમાં હાઇકોર્ટે સાધુ અને સેવકોને સાંભળ્યાં હતા. ત્યાર બાદ સાડા ચાર વાગે બીજા તબક્કાની સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં સામાવાળા પક્ષના વકીલોને હાજર રહેવા દેવામાં આવ્યાં હતા.

એડવોકેટ કાશીક ભટ્ટ તેમજ એડવોકેટ પ્રકાશ ઠક્કર વડોદરા ખાતે વી.સી.માં હાજર રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બન્ને પક્ષની દલીલો બાદ હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે, બન્ને પક્ષે સમાધાન કરવું જોઇએ એટલે બન્ને પક્ષે ભવિષ્યમાં કોઇને મધ્યસ્થિ રાખીને મિટિંગો કરાશે તેમ જણાવ્યું હતું.

સોખડામાં સવારથી ભીડ જામી
હરિધામ-સોખડા ખાતે ગુરૂવારે સવારથી જ અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટના 300થી વધુ હરિભક્તો પહોચ્યાં હતાં. મંદિરની બહાર બંને તરફ ઉભા રહીને હરિભક્તો દ્વારા સ્વામીનારાયણ ભગવાનની ધૂન બોલવામાં આવી હતી. બે થી ત્રણ કલાકની રાહ જોયા બાદ સવારે 11:30 વાગે 210 સંતો,બહેનો,સેવકોને કોર્ટ લઈ જવા માટે 5 લક્ઝરી બસ મંદિરમાં પ્રવેશી હતી. બરોબર 12 વાગે એક પછી એક લક્ઝરી બહાર નિકળતા બહાર ઉભેલા હરિભક્તો રડવા માંડ્યાં હતાં. સંતોની સાથે જ ભક્તો પોતાની 100 જેટલી કારમાં સવાર થઈને કોર્ટ તરફ નિકળતા રસ્તા પર 1 કિમી લાંબી લાઈનો પડી હતી.

કોર્ટના નિર્ણય બાદ સંતો-બહેનો બહાર આવતાં પુષ્પ વર્ષા કરાઈ
વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે 12:50 વાગે સંતો-બહેનો પહોંચ્યા બાદ હાઈકોર્ટની કાર્યવાહીની વાર હોવાથી સંતો કાર, લક્ઝરીમાં બેસી રહ્યાં હતાં. 1:20 વાગે 179 સંતો-બહેનોને કોર્ટના પહેલા માળે લઈ જવાયાં બાદ 2:30 વાગે હાઈકોર્ટની ઓનલાઈન પ્રોસિડિંગ ચાલુ થઈ હતી. કોર્ટ સંકુલ 2 હજારથી ભરાઈ ગયું હતું. હરિભક્તોએ કોર્ટ સંકુલમાં બેસીને સ્વામિનારાયણ ધૂન બોલી હતી. સાંજે 6 વાગે કોર્ટ પ્રોસિડિંગ પૂરી થતાં બહાર નીકળેલા સંતો-બહેનોને ફૂલોની વર્ષા કરીને વધાવી લીધા હતા.20 થી વધુ બૂલેટ પર સાફો પહેરી સવાર યુવકોએ પ્રબોધ સ્વામી અને સંતો-બહેનોની લક્ઝરીનું બાકરોલ સુધી પાઇલોટિંગ કર્યું હતું.

અમને 8 મહિનાથી મંદિરમાં જ ગોંધી રખાયા હતા
પ્રબોધ સ્વામી જૂથણા ગુરુપ્રસાદ સ્વામીએ જણાવતા કહ્યું કે, “સોખડામાં અસુરક્ષા અનુભવતા હતા. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ 8 મહિનાથી ગોંધી રખાયા છે. સુરત-વડોદરામાં હરિભક્તો પર હુમલા થયા છે. મંદિરમાંથી 12 સેવકોને હાંકી કાઢ્યા છે. મંદિરની બહેનને હોસ્પિટલમાં જવા દીધી નહતી.”

હરિધામ મંદિરમાંથી સુહૃદભાવના શબ્દ કાઢી નાખવો જોઈએ 
મહિલા હરિભક્ત પ્રતિભાએ જણાવતા કહ્યું કે, હરિધામ મંદિરમાંથી હવે સુહદભાવના શબ્દ કાઢી નાખવો જોઈએ. સ્વામીજીના રાજમાં બધા દ્વાર ખુલ્લા હતા, હવે ગેટ બંધ છે. તેમજ વડોદરાના મહિલા હરિભક્ત નેહાબેન પરમારે કહ્યું કે, મંદિરમાં હેરાનગતિ થતાં પ્રબોધ સ્વામી, સંતો અને બહેનોને નીકળવું પડ્યું. તે મુક્ત થયા છે. ભગવાન કરે તે સારા માટે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *