શ્વાસો થોભી દેતો વિડીયો- ૭૦ વર્ષની ઉંમરે આ વૃદ્ધ દાદીએ ગંગામાં લગાવી છલાંગ, જુઓ કેવીરીતે જાતે જ નીકળ્યા બહાર

હરિદ્વારના હર કી પૌડી (Har Ki Pauri, Haridwar) પુલ પરથી ગંગામાં ઝંપલાવનાર દાદી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. આ ઉંમરે, ગંગા નદીમાં નિર્ભયતાથી કૂદવાનું અને સરળતાથી કિનારે તરતા રહેવાનું ખરેખર જોતા ખુબ વિચિત્ર લાગી રહ્યું છે. હર કી પૌડીથી કોઈ પણ જાતના ડર વિના ગંગામાં ઝંપલાવનાર આ વૃદ્ધ મહિલાની ઉંમર 70 વર્ષથી વધુ હશે. આ ઉંમરે વ્યક્તિ ભાગ્યે જ ચાલી શકે છે અને આ વૃદ્ધ મહિલાએ જે કર્યું તે જોઇને દરેકની આંખો ખુલીને ખુલી રહી ગઈ છે. આટલી ઉંમરે આવી હિંમત કરવી કોઈ સપનામાં પણ નથી વિચારતું. પરંતુ આ વૃદ્ધ મહિલાએ આ વિચારને ખોટો સાબિત કરી દીધો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, હરિયાણાના જીંદમાં રહેતા એક વૃદ્ધ મહિલા ર કી પૌડીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક યુવકો ઉંચા પુલ પરથી ગંગામાં કૂદી રહ્યા હતા, જેને જોઈને વૃદ્ધ મહિલાને પણ પોતાના જૂના દિવસો યાદ આવી ગયા અને તે ઉત્સાહિત થઈ ગયા. થોડી જ વારમાં તે પણ પુલ પર પહોંચી અને સીધી ગંગામાં કૂદી પડ્યા.

સ્થળ પર હાજર કેટલાક લોકોએ આ અદ્ભુત પરાક્રમ પોતાના મોબાઈલમાં કેદ કરીને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જોત જોતામાં આ વીડિયો વાયુવેગે સોશીયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. જો કે, દાદીમાના સ્ટંટ જોઈને, ઘણા તો શ્વાસ લેવાનું ભૂલી ગયા હતા. પરંતુ જ્યારે દાદી ઝડપથી તરીને કિનારે પહોંચે છે ત્યારે લોકો શાંત પડે છે. આ વિડીયો હાલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તેનું એક માત્ર જ કારણ છે કે લોકોએ આ પહેલા ક્યારેય આવું થતા જોયું નથી.

હાલ આ વિડીયોને લાખો લોકોએ જોયો છે અને પસંદ કર્યો છે. સાથોસાથ સેકંડો લોકોએ આ વિડીયોમાં કોમેન્ટોના ઢગલે ઠગલા કરી દીધા છે. આ વિડીયો જોઇને દરેક લોકો શોક થઇ ગયા હતા. અને કોમેન્ટ બોક્સમાં પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા હતા. કોઈએ કહ્યું- ‘મને મારી આંખો પર વિશ્વાસ નથી થતો કે, આટલી ઉંમરે કોઈ વ્યક્તિથી આવું કેવી રીતે થાય?’ તો બીજા એ લખ્યું કે, ‘આ વિડીયો સાચો માનવો ખુબ મુશ્કિલ છે.’ હાલ ચારેબાજુ આ દાદીએ પોતાના સ્ટંટથી લોકોને ભાન ભુલાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *