“હું દેખાદેખીમાં સિગારેટ પીતો થઈ ગયો હતો…” -ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાની કુટેવ વિશે દિલ ખોલીને કરી વાત

Harsh sanghvi said i smoke cigarettes: સુરત જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા તરસાડીયા ઓડિટોરિયમ, ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક હાજરીમાં ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સવિરોધી દિવસ’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લા પોલીસ અને જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે સતત એક અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓ દ્વારા પ્લે કાર્ડ,શોર્ટ મુવી,રંગોલી તેમજ સોશિયલ મીડિયા રિલ્સના માધ્યમથી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ડ્રગ્સ અવરનેસ માટે વિવિધ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને  આ પ્રસંગમાં ગૃહ મંત્રી હર સંઘવીએ(Harsh sanghvi said i smoke cigarettes) પણ પોતાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમને પોતાની સિગરેટ પીવાની કુટેવ અંગે ભૂતકાળને પણ રજૂ કર્યો હતો.

ગૃહમંત્રીએ પોતાની કુટેવ વિશે દિલ ખોલીને વાત કરી
વિદ્યાર્થીઓને સમજતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ પોતાના ભૂતકાળની કુટેવ ને રજૂ કરી તેમને જણાવ્યું હતું કે, તેઓ જ્યારે નાની ઉંમરમાં જ વ્યવસાય અર્થે વિદેશમાં જતા હતા. તેઓ પણ દેખાદેખીમાં સિગરેટ પિતા થઈ ગયા હતા. તેઓ સિગરેટ છોડવા માંગતા હતા પણ એને છોડતા છોડતા તેમને ઘણા વર્ષો લાગી ગયા હતા. જ્યારે સિગરેટ છોડી ત્યારે તેમને લાગ્યું કે તેઓ જીવન જીવી રહ્યા છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સનું દુષણ ખૂબ મોટું દલદલ છે જેમાંથી નીકળવું ખૂબ જ અઘરું છે. ડ્રગ્સથી દૂર રહેવાનો પ્રયાસ કરજો. ગૃહ મંત્રી હર્ષ  સંઘવીએ લોકોને આ માટે ઘણી અપીલ કરી હતી.

ડ્રગ્સ એ આપણું સૌથી મોટું સામાજિક દૂષણ છે: હર્ષ સંઘવી
ગૃહ મંત્રી વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ એ આપણા સમાજનું સૌથી મોટું દુષણ છે. આજે ગુજરાત પોલીસ બે દિશામાં કામ કરી રહી છે. માત્ર ડ્રગ્સ પકડવાની કામગીરી કરવાથી ડ્રગ્સને રોકી શકાતું નથી. પણ ડ્રગ્સના દૂષણને નાથવા માટે આ સમાજ આ લડાઈ અને હાથમાં લેવી પડશે. વ્યસનની વ્યક્તિનું વ્યસન છૂટતા જ નવી જિંદગીની શરૂઆત થાય છે.

‘આજની યુવા પેઢી આવતીકાલનું ભવિષ્ય છે’
તેમને વધુમાં જણાવ્યું છે કે સારા ભવિષ્યના નિર્માણ માટે તમે જે દિશા નક્કી કરી હોય એની પર જરૂરથી કામ કરજો. એમ બધા યુવાનોને અનુરોધ કર્યા હતા. છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે કુલ મળીને 785 ડ્રગ્સના સોદાગરને જેલના હવાલે કર્યા છે. નશા નો વેપારી કરનાર લોકોને પકડીને જેલ હવાલે બંધ કરવાનું કામ આપણે ગુજરાત પોલીસે ચાલુ કર્યું છે. આજની યુવા પેઢી આવતીકાલનું ભવિષ્ય છે અને દેશના ભવિષ્યને બરબાદ કરવાનું કાવતરું હતું. જેને ગુજરાત પોલીસને નાકામ કરવામાં મોટી સફળતા મળી છે.

વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
આ અભિયાન અંતર્ગત પ્રાથમિક કક્ષાએ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા વિવિધ સ્પર્ધાઓ, જેવી કે 1 મિનિટ વીડિયો મેકિંગ, ચિત્રો-પોસ્ટર ચિત્રાંકન સ્પર્ધા, કવિતા લેખન, રંગોળી વગેરેસ્પર્ધાઓ યોજાઇ હતી. ત્યાર બાદ શાળાકક્ષા, તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ વચ્ચે તા.13થી 24 જૂન સુધી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રાથમિક કક્ષાએ કુલ 5,821 વિદ્યાર્થીએ અને 679 શિક્ષકે ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *