Home Minister Harsh Sanghvi: સુરત પોલીસ દ્વારા શહેરમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવા માટે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સુરત પોલીસે 58 ગુનાઓ દાખલ કરી 94 વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.ત્યારે પઠાણી(Home Minister Harsh Sanghvi) ઉઘરાણી કરતા વ્યાજખોરોએ પચાવી પાડેલા ઘર-પ્લોટના ડોક્યુમેન્ટો પરત તેના માલિકોને આપવા રવિવારે સિટીલાઇટના સાયન્સ સેન્ટરમાં સુરત પોલીસ દ્વારા કાર્યક્રમ રખાયો હતો.
પોલીસે નાણાં પરત આપવામાં મદદ કરી
સુરતમાં પોલીસ દ્વારા શહેરમાં વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવા માટે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વ્યાજખોર દ્વારા ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોને ફરિયાદ કરવા માટે પોલીસ લોકોને આગળ આવવા માટે પ્રયાસ કરી રહી છે.
જેના પગલે અનેક લોકો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. જે અંતર્ગત 23 વ્યાજ ખોરનો ભોગ બનેલા લોકોને પોલીસે વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમના નાણાં પરત આપવામાં મદદ કરી હતી.આ સાથે જ શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલ વ્યાજખોરની ફરિયાદ સામે અનેક પરિવારને છુટકારો અપાવ્યો હતો અને વ્યાજખોરોના ચૂંગલમાંથી બચાવ્યા હતા.
પીડિતોને તેમની મિલકત પરત સોંપવામાં આવી
ગૃરાજ્યમંત્રીના હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પીડિતોને પરત કરવામાં આવી હતી.હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકોને વ્યાજખોરો પાસેથી મિલ્કત લઇ સોંપવામાં આવી હતી. જેના કારણે પીડિત પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.આ અગાઉ પણ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા વ્યાજખોર લાલીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
સરકારી લોન દ્વારા પૈસા લેવા ગૃહમંત્રીએ કરી અપીલ
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વ્યાજના ચુંગલમાં ફસાયેલા 23 લોકોને તેની 4 બાઈકો, 3 કારો, 12 ઘરો અને 4 પ્લોટના ડોક્યુમેન્ટો મળી 1.17 કરોડની મિલકતો પરત અપાઈ છે. સાથે તેમણે રૂપિયાની જરૂરીયાત હોય તેવા લોકોને સરકારી યોજના હેઠળ મળતી લોન લેવા અપીલ કરી છે.
વધુમાં જણાવ્યું કે કોઈપણ સરકારી અધિકારીઓ કે પછી પોલીસના જવાનો, પાલિકાના સભ્યો જો વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેઓને પણ મજબૂત સબક શીખવાડો જેથી સમાજમાં પણ દાખલ બેસી શકે. ગૃહમંત્રીએ કહ્યું કે સુરત શહેરમાં કોઈ ભી ‘ભાઈ’ નથી અને કોઈને ભાઈ બનવાની હવા હોય તો તેને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App