બે મિત્રો એક જ છોકરીને પ્રેમ કરી બેઠા અને થઇ હત્યા- સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો

ગઈકાલે સુરતના મોટાવરાછા વિસ્તારમાં સ્મિત સોનાણી નામના યુવકને યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરવા મુદ્દે હર્ષિલ લાઠીયા નામના અન્ય પ્રેમી એ ચપ્પુ ના ઘા જીકી જાહેરમાં હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક અને હત્યારો યુવક સારા મિત્રો હતા પરંતુ બન્નેની પ્રેમિકા એક જ હોવાની વાત સામે આવતા છોકરી સાથે વાતચીતના મુદ્દે તેમની દોસ્તી દુશ્મનીમાં પરિણમી હતી. હત્યારો યુવક અને મૃતક બંને આવારા તત્વો સાથે ઉઠક બેઠક ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અમરોલી પોલીસે ઘટના નજરે જોનાર સ્મિત ના મિત્રની ફરિયાદ ના આધારે IPC ૩૦૨, ૫૦૪, ૫૦૬(૨), અને ગુજરાત પોલીસ એકટ 135(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આજે ઘટનાના 24 કલાકમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી સામેથી હાજર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં બન્ને યુવક એક જ યુવતી ને પ્રેમ કરતા હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમબ્રાન્ચ એ હર્ષિલ માવા ઉર્ફે સરકારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. હવે વધુ તપાસમાં અન્ય વિગતો બહાર આવે એવી શક્યતાઓ સેવાઈ રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *