હિંદુ ધર્મમાં 51 શક્તિપીઠ નો ઉલ્લેખ છે. કહેવાય છે કે માતા સતીના જ્યાં જ્યાં અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ ની સ્થાપના થઈ. આજે એવા જ એક શક્તિપીઠના માતા સતી હર સિદ્ધિની અનોખી કથા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ગુજરાતના ત્રિવેદી પરિવારના સભ્યો હરસિદ્ધિ માતાની ઉપાસના કરે છે.
કહેવાય છે કે, હરસિદ્ધિ માતાનું મંદિર દ્વારિકા અને ઉજ્જેન બંને સ્થળોએ છે. અહીં માતા સતીની કોણી પડી હતી. માતાજીની સવારની પૂજા ગુજરાતમાં અને રાત્રી પૂજા ઉજ્જૈનમાં થાય છે. માતાજીનું મૂળ મંદિર ગુજરાતના દ્વારકામાં સ્થિત છે. અહીંથી રાજા વિક્રમાદિત્ય તેમને પ્રસન્ન કરીને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા હતા. આ વાતનું પ્રમાણ છે માતાજીના બંને મંદિરમાં પૃષ્ઠ ભાગ એક જેવો છે.
સદીઓ પહેલાની આ મંદિરને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે. માનવામાં છે કે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના આ કુળદેવી છે અને તેઓ માતાજીની પૂજા કરતા હતા. ગુજરાતમાં ત્રિવેદી સમાજના લોકો આજે પણ તેમને કુળદેવી માનીને પૂજા કરે છે.
એવી પણ લોકકથા છે કે સમુદ્રકાંઠે કોયલા ડુંગર નામની પહાડી પર આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ માતા તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘને હરાવવા માટે મા અંબાની ઉપાસના કરી હતી. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું. હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે પૂજાય છે.
એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.
માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.
રાજા વિક્રમાદિત્ય માતાજીના પરમભક્ત હતા. તે દર બાર વર્ષે પોતાનું એક મસ્તક કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરતો હતો. પરંતુ માતાજીની કૃપાથી દરેક વખતે તેનું મસ્તક ફરીથી જોડાઈ જતું. આવું રાજાએ 11 વખત કર્યું અને બારમી વખત રાજાએ માથું ચડાવ્યું પછી તે ન જોડાયું. આ કારણે તેનું મૃત્યુ થઈ ગયું. આજેપણ મંદિરમાં 11 સિંદૂર લગેલા રૌડ ઉપસ્થિત છે. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યના કપાયેલા મસ્તક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news