લખીમપુર ખેરી(Lakhimpur Kheri) વિવાદ બંધ થાય તે પહેલા જ, હરિયાણા(Haryana)ના અંબાલા(Ambala)થી આવી જ એક ઘટના સામે આવી છે. ભાજપ(BJP)ના નેતાઓનો વિરોધ કરવા આવેલા ખેડૂત પર કાર ચડાવી દેવામાં આવી હતી. જેને લીધે ખેડૂતો ઘાયલ થયા હતા. કોંગ્રેસે(Congress) આરોપ લગાવ્યો છે કે, કુરુક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલામાં વિરોધ કરી રહેલા ખેડૂત પર એક કારને ટક્કર મારી હતી.
અંબાલાના નારાયણગઢની આ ઘટનાને લઈને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે, શું ભાજપ પાગલ થઇ ગઈ છે? કુરુક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના સાંસદ નાયબ સૈનીના કાફલાએ નારાયણગઢ, અંબાલામાં એક વિરોધ કરી રહેલા ખેડૂત પર કાર ચડાવી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, રમત મંત્રી સંદીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની આજે નારાયણગઢમાં એક સન્માન સમારોહમાં પહોંચવાના હતા. આ અંગે ખેડૂતોને જાણ થતાં જ તા. ખેડૂતો વિરોધ કરવા માટે ખુદ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
સવારે લગભગ 11.15 વાગ્યે, ભવાન પ્રીત સિંહ નામના ખેડૂતે ડીસીપીને ફરિયાદ કરી કે તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ વાહન સાંસદ નાયબ સૈનીના કાફલાનું હતું. અત્યાર સુધી પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. કાફલાની છેલ્લી કાર દ્વારા ખેડૂતને ટક્કર મારવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ખેડૂતને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
લખીમપુર ખેરીમાં ખેડૂતો પર ચડાવી દેવામાં આવી ગાડી:
આ પહેલા યુપીના લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને વાહન સાથે કચડી નાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. અકસ્માતમાં કુલ આઠ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે SIT ની રચના કરી છે. આ સાથે જ વિપક્ષ સતત યુપી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. આ કેસમાં આરોપી ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રા છે. મિશ્રાની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.