સત્તા પરિવર્તન બાદ આ તારીખે ગુજરાત આવશે PM મોદી- રાષ્ટ્રીય એકતા દિવસ પર કરશે આ મોટા કામો

ગુજરાત(Gujarat): વડાપ્રધાન બન્યા બાદ અનેક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ગુજરાતની મુલાકાતે આવીચુક્યા છે ત્યારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવું…

ગુજરાત(Gujarat): વડાપ્રધાન બન્યા બાદ અનેક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ગુજરાતની મુલાકાતે આવીચુક્યા છે ત્યારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવું લાગી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day) પર એટલે 31 ઓક્ટોબરના દિવસે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ દિવસે મોદી કેવડિયા કોલોની(Kevadia Colony) ખાતે સરદાર પટેલની પ્રતિમા(Sardar Patel statue)ને પુષ્પાંજલિ અર્પણ કરશે, સાથે જ કેવિડિયા કોલોની ખાતે વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ(Dedication of projects) કરે તેવી શક્યતાઓ છે. વડાપ્રધાનની આ ગુજરાત મુલાકાત ખુબ જ મહત્વની ગણાઈ રહી છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન પણ કરવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની તમામ પેનલોનો ભવ્ય વિજય થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્ટ્વીટ કરી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત તમામને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે ગુજરાતના રાજકારણમાં બદલાવ બાદ વડાપ્રધાન મોદી પહેલી વાર ગુજરાત પ્રવાસે આવનાર છે. ત્યારે ગુજરાતને લઈને મહત્વની જાહેરાત પણ કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવનાઓ જોવા મળી રહી છે.

સત્તા પરિવર્તન થયા બાદ પહેલીવાર ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી:
ગુજરાતમાં સત્તા પરિર્વતન બાદ નવી સરકાર બની છે. ત્યારે એવામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર મંત્રીઓને પણ મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. ત્યારે આજે જ જૂના મંત્રીઓને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે કારોબારીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમજ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને ભાજપની આ કારોબારીમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ. કે.અડવાણીનો પણ સામેલ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને સહિતના અનેક દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોવા જઈએ તો કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *